________________
ગાથા–૨૦૧-૨૦૨
૧૩૩ માન્યતામાં જે રાગ આવ્યો તે રાગની વાત છે. જ્ઞાનીને રાગ આવે છે, તેને જ્ઞાન તેનું છે, રાગ નહિ. આહાહા...! રાગ થાય છે અને થોડો બંધ પણ થાય છે, જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી બંધ પણ થાય છે. જ્ઞાનીને દસમે ગુણસ્થાન સુધી લોભનો અંશ છે તો દસમે પણ છ કર્મનો બંધ થાય છે પણ જ્ઞાની એ રાગનો સ્વામી થતો નથી, રાગ મારો નથી એ અપેક્ષાએ તેને રાગથી ભિન્ન કરી દીધો છે. બાકી જ્ઞાનીને ખ્યાલ છે કે મારા પરિણમનમાં જેટલો રાગ છે તેનો, પરિણમનનો કર્તા હું છું, એ પરિણમન કોઈ જડથી થયું છે, કર્મથી થયું છે એમ નહિ. આહાહા...! સમજાણું? મારા પરિણમનમાં રાગ આવ્યો તે પરિણમનનો કિર્તા હું છું. ૪૭ નય, પ્રવચનસાર', તેમાં આ નય ચાલી છે. જ્ઞાની ધર્માત્મા ગણધર હો તોપણ ભગવાનના વિનયનો રાગ આવ્યો તેનો કર્તા હું છું, પરિણમનનો કર્તા હું છું એ અપેક્ષાએ (કર્તા). કરવા લાયક છે એમ વાત નથી. આહાહા...! છતાં કર્તા હું છું એમ માને છે. આરે.. આહાહા...!
મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો.” મિથ્યાત્વ વિના એકલો રાગ આવે છે તો એ અહીંયાં ન લેવો. અહીંયાં તેની વાત નથી. કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિ.” ચોથે ગુણસ્થાને, પાંચમે, છઠું “ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે.” સમ્યગ્દષ્ટિને જે રાગ આવ્યો છે એ રાગ “જ્ઞાનસહિત છે;” ભાનસહિત છે. રાગનું જ્ઞાન થાય છે. આહાહા...! તે પણ રાગ છે તો જ્ઞાન થાય છે એમ પણ નહિ. સમજાણું? જ્ઞાનીની પર્યાયમાં જ્ઞાનનો સ્વપરપ્રકાશક પોતાનો સ્વભાવથી રાગને જાણે છે એમ કહેવું વ્યવહાર છે, પણ ખરેખર રાગ સંબંધી જ્ઞાન અને પોતા સંબંધીનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાને કારણે ઉત્પન્ન થાય છે. આહાહા.! હવે આટલું બધું ક્યારે (સમજી? આહાહા.! રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહાર છે. રાગને કરે છે, એમ કહેવું, કરવા લાયક છે એમ કહેવું એ તો મિથ્યાત્વ છે. પરંતુ પરિણમન છે તો રાગનો કર્તા હું છું, એમ જાણવું તેને સમ્યગ્દર્શન છે. આહાહા...! સમજાણું?
મુમુક્ષુ :- સમ્યગ્દષ્ટિને તો બંધ થતો જ નથી.
ઉત્તર :- બંધ થતો નથી એ તો દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. બંધ થતો ન હોય તો ચારિત્ર લેવાની જરૂર નથી. જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એ તો એક દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. ભોગથી નિર્જરા થાય તો ભોગનો ત્યાગ કરીને સ્વરૂપમાં સ્થિર થવાનું, ઠરવાનું તો રહેતું નથી. એમ છે નહિ. આહાહા...! સમજાણું? રાગનો અંશ જ્યાં સુધી છે તેટલા અંશે જ્ઞાનીને પણ બંધ થાય છે. આહાહા...! ભલે કર્મમાં સ્થિતિ, અનુભાગ અલ્પ હો પણ બંધ છે. ભાવબંધ પણ છે, પેલો દ્રવ્યબંધ છે. આહાહા...!
મુમુક્ષુ :- અનંત સંસારનો બંધ? ઉત્તર :– અનંત સંસારનો બંધ છે નહિ. જ્ઞાનીને અનંત સંસાર છે નહિ. એક, બે