________________
૧૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ચાર ભવ હોય તે જ્ઞાનનું શેય છે. આહાહા..! જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાન શબ્દે પોતાના જ્ઞાનમાં એ ૫૨ તરીકે જ્ઞેય છે. એ ભવ પોતાનો છે, ભવ અને ભવનો ભાવ પોતાનો છે એમ જ્ઞાની માનતો નથી.
મુમુક્ષુ ઃ- રાગ મારી પર્યાયમાં છે એમ જાણે છે.
ઉત્તર ઃપર્યાયમાં છે એમ જાણે છે. આહાહા..! આવી વાત છે. આકરી વાત છે. વર્તમાનમાં તો એવી ગડબડ થઈ ગઈ છે ને. બધી પ્રરૂપણા વ્યવહા૨ આમ કરો, આમ કરો, આમ કરો. પ્રભુ! બહુ ફેર છે, પ્રભુ! આહા..! આહાહા..! વીતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞની હાજરીમાં જે વાત આવી એ વાત આખી જુદી છે. આહાહા..!
અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે;...’ શું કહ્યું? જ્ઞાનસહિત ભાન છે કે હું તો આનંદ છું અને રાગ દુઃખ છે. એવું જ્ઞાનીને ભાન છે. વ્યવહારથી છે એમ કહેવામાં આવ્યું છે. વ્યવહારનયનો વિષય છે કે નહિ? નથી, એમ નથી. આદરણીય નથી. પણ વ્યવહારનો વિષય છે, રાગાદિ છે અને બંધ છે તેને જાણે છે. આહાહા..! જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ માનીને સ્વચ્છંદ ક૨ે (એમ ન ચાલે). અમે સમિકતી છીએ, પહેલા આવી ગયું છે. અમે સમિકતી છીએ, અમારે શું છે? (એમ સ્વચ્છંદ કરીશ) તો મરી જઈશ, સાંભળને!
અંતરમાં અનુભવ થયો, આનંદનો સ્વાદ આવ્યો એ અપેક્ષાએ રાગને દુઃખ જાણે છે અને રાગથી લાભ માને છે એ તો મિથ્યાદૃષ્ટિ મૂઢ જીવ છે. આહા..! જૈન જ નથી. ઘટ ઘટ અંત૨ જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મતમદિરાકે પાન સો મતવાલા સમજે ન’ ઘટ ઘટ અંત૨ જિન વસે’ પરમાત્મા જિનસ્વરૂપી ઘટ ઘટમાં બિરાજમાન છે અને જૈનપણું પણ ઘટમાં છે. એ સ્વરૂપનું જ્ઞાન કરવું અને રાગથી ભિન્ન પડવું એ જ્ઞાન, જૈનપણું અંત૨માં થાય છે. કોઈ બાહ્ય ક્રિયા ઘટી જાય તો સમિકત થાય (એમ નથી). ચક્રવર્તીને છ ખંડનું રાજ હોય છે. આહાહા..! અને દિગંબર સાધુ અઠ્યાવીસ મૂળગુણ પાળતો હોય તો મિથ્યાદષ્ટિ છે (કેમકે) રાગને પોતાનો માને છે અને ચક્રવર્તી છ ખંડનું રાજ (કરતો હોય), છનું હજાર સ્ત્રી, છત્તું કરોડ પાયદળ હોય... આહાહા..! છતાં તેમાં રાગ નથી, એ ચીજ મારી નથી, મારામાં નથી, તેમાં હું નથી (એમ માને છે). આહાહા..!
ઇન્દ્રના ઇન્દ્રાસન, કરોડો ઇન્દ્રાણી છે, સૌધર્મ ઇન્દ્ર અત્યારે એકભવતારી છે. સૌધર્મ ઇન્દ્ર છે, બત્રીસ લાખ વિમાન (છે), એક એક વિમાનમાં અસંખ્ય દેવ રહે છે. ઘણા વિમાનમાં તો એકભવતારી છે, શાસ્ત્રમાં પાઠ છે). ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જવાના છે. તે પણ હજારો ઇન્દ્રાણી કે બત્રીસ લાખ વિમાન(ને પોતાના માનતો નથી). અંદર રાગનો કણ ઉત્પન્ન થાય છે તે પણ મારો નથી તો પેલી ચીજ તો દૂર રહી. આહાહા..! સૂક્ષ્મ વાત છે, ભાઈ! આ તો ૫રમાત્મા ત્રિલોકનાથના પેટની વાત છે. એ પેટના ખુલાસા થાય