________________
૫૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ દ્રવ્ય પરમાત્મા સાધર્મી હોવા છતાં, દ્રવ્ય ધર્મી એને સાધર્મી તરીકે ધ્રુવ આનંદનો નાથ ભાળે છે પણ પર્યાયમાં એની જે મુંઝવણ આદિ જે અજ્ઞાન છે તેને તે રીતે જાણે છે. આહાહા.! સમજાણું કાંઈ? પણ મુંઝાતો નથી, એમ કે, આહાહા.! આવા જીવો બહુમાન કરે ને આ કરે ને મોટા રાજાઓ માને, ચક્રવર્તી માને. ચક્રવર્તી પણ મિથ્યાદૃષ્ટિ હોય તો માને, એમાં શું છે? આહા...! જેના રાજમાં એ ચાલતું હોય, સમ્યગ્દષ્ટિ મુંઝાય નહિ. આહા...!
“સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દૃષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઈષ્ટાનિષ્ટ ભાવો ઊપજે..” જોયું? જરી ઇષ્ટ-અનિષ્ટ વૃત્તિઓ થઈ જાય. છે તો બધા જોયો પણ શેયને દેખીને નહિ પણ પોતાની કમજોરીને લઈને જરી ઇષ્ટ-અનિષ્ટ વૃત્તિ થઈ જાય, એમ કહે છે. એ વસ્તુ ઇષ્ટ-અનિષ્ટ નથી. વસ્તુ તો શેય છે. પણ એ શેયને જોતાં પોતાની વૃત્તિમાં પોતાને કારણે જે ઈષ્ટ-અનિષ્ટ વૃત્તિ થઈ તેને તે જાણતો તેનો કર્તા થતો નથી. આરે...! આહાહા...! ચારિત્રમોહના ઉદયથી ઈષ્ટનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને...” શું કહે છે? રાગ એ જાતનો જરી કમજોરીથી છે. આહા.. કર્મનું બળવાનપણું એ નહિ, એની વિકારની દશાનું અત્યારે જરી બળવાનપણું છે, એમ જાણે. એમ કરીને જ્ઞાતા રહે. આહાહા...!
છે? “ઉદયનું બળવાનપણું...” (આ વાંચીને ત્યાં એમ નાખે, જોયું કર્મનું જોર છે. એ કર્મનું જોર છે એટલે પોતાની પર્યાયમાં નબળાઈ છે એ ભાવકર્મનું જોર છે. આહા...! સમજાણું કાંઈ? તે ભાવોનો પોતે કત થતો નથી. એમ કીધું ને? તેથી તેને મૂઢદૃષ્ટિકૃત બંધ થતો નથી...” ઈ મુંઝાતો નથી. આહાહા...! કે, આટલું બધું આ જગતનું જોર અને મારામાં પણ આ રાગનો આટલો જોરદાર ભાવ! જાણે છે કે છે, મારી નબળાઈ છે. એને એ જાણે છે. કર્તા થતો નથી. અરે ! આ પણ? આહાહા. એટલે કે ઢાંકી દયે છે. જ્ઞાતા-દૃષ્ટા આગળ દોષની વિશેષતા દેખાતી નથી. દોષ જાણે છે કે છે. જ્ઞાતા-દષ્ટ ભગવાનઆત્માની પાસે દોષની કિમત કાંઈ નથી. એમ જાણીને તે દોષનો જ્ઞાતા રહે છે અને તે દોષ એને ખરી જાય છે. આહાહા! અરે.! આવી વાતું. ક્યાંય મળે એવી નથી).
પરંતુ પ્રકૃતિ રસ દઈને...” આત્માના રણે ચડેલો આત્મા, એને પ્રકૃતિનો રસ રાગાદિ આવ્યો એ ખરી જાય છે. આહાહા.! ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે. પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી... આહાહા.! “નિર્જરા જ થાય છે. સમકિતના આ આચાર છે ને? નિર્મળ વીતરાગી પર્યાય છે. વીતરાગી પર્યાયનો સ્વામી હોવાથી અને દ્રવ્યનો સ્વામી હોવાથી તે રાગાદિ તરી આવે તેનો સ્વામી થતો નથી, કર્તા થતો નથી પણ ખરી જાય છે. એવું સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ છે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)