________________
ગાથા– ૨૩ર
૫૧૫
ગાથા-ર૩ર ઉપર પ્રવચન
ચોથો અમૂઢદૃષ્ટિ. સમ્યગ્દષ્ટિ અમૂઢ હોય છે. આહાહા.!
जो हवदि असम्मूढो चेदा सद्दिष्टि सव्वभावेसु । सो खलु अमूढदिट्ठी सम्मादिट्टी मुणेदव्वो।।२३२।। સંમૂઢ નહિ જે સર્વ ભાવે, - સત્ય દૃષ્ટિ ધારતો,
તે મઢદષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨. આહાહા...! “કુંદકુંદાચાર્ય કેવી શૈલીથી વાત કરે છે. અને એમાં “અમૃતચંદ્રાચાર્ય એની ટીકાના કર્તા. આહાહા...! કુંદકુંદાચાર્યે તો પંચમઆરાના તીર્થકર જેવું કામ કર્યું અને આણે ગણધર જેવી ટીકા કરી. ઓહોહો...! મીઠા મહેરામણ ઊછાળ્યા છે. ભગવાન અમૃતનો સાગર પરમાત્મા, આહાહા...! એની જેને દૃષ્ટિ ને સમ્યજ્ઞાન થયા છે અને કહે છે કોઈ જાતની મૂંઝવણ છે નહિ, મૂંઝાતો નથી. આહા...!
કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી.' આહાહા..! ક્યાંય તેને મોહ નથી, મૂંઝવણ નથી. આહાહા...! અન્યમતીના બાવા આદિને માનનારા રાજા, મહારાજા હોય અને કરોડો હાથી ને લાખો હાથીની ઉપર બેસાડીને મોટું માન આપતા હોય તો એને એમ ન થાય કે, માળું આમાં કાંઈક હશે? એ જગતના અજ્ઞાનીઓના પુણ્યના પ્રકારો હોય છે. મૂંઝાતો નથી. અરે. આવો વીતરાગી એક હું અને મને માનનારા નહિ અને આવાને માનનારા, માટે કાંઈક હશે એમાં? આહાહા...! એમ સમકિતીને મુંઝવણ, મોહ નથી. આહાહા...! છે?
ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી, અમૂઢદૃષ્ટિ છે, તેથી તેને મૂઢષ્ટિકૃત બંધ નથી...” મુંઝાવાના ભાવથી જે બંધ થતો એ ભાવ એને છે નહિ. તેથી તેને તેનો બંધ નથી પણ જરીક કોઈ ભાવ આવી ગયો, એને ખરી જાય છે. આહાહા...! છે ને? “પરંતુ નિર્જરા જ છે.” “જ” શબ્દ મૂક્યો પાછો. છે ને? “નિર્નરવ' સંસ્કૃતમાં છે. નિર્નરેવ આહાહા.! જ્ઞાનીને કોઈ એવો ભાવ આવે પણ કહે છે એ તો ખરી જાય છે. આહાહા...!
ભાવાર્થઃ- “સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણે છે;” સર્વ પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણે છે તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પ્રત્યે અયથાર્થ દૃષ્ટિ પડતી નથી.’ આહાહા...! કોઈ પણ પદાર્થ પ્રત્યે તેની વિપરીત દૃષ્ટિ કે અયથાર્થ દૃષ્ટિ થતી નથી. આહા...! એ બીજાને પણ વાસ્તવિક દૃષ્ટિથી દેખે છે. એની –સામાની) દષ્ટિ ભલે વિપરીત હોય પણ એને એ રીતે દેખે છે. આહાહા! સમજાણું કાંઈ?