________________
૫૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭
(( ગાથા-ર૩ર))
जो हवदि असम्मूढो चेदा सद्दिष्टि सबभावेसु। सो खलु अमूढदिट्ठी सम्मादिट्टी मुणेदव्वो।।२३२।। यो भवति असम्मूढः चेतयिता सदृष्टिः सर्वभावेषु ।
स खलु अमूढद्दष्टिः सम्यग्दृष्टितिव्यः ।।२३२।। यतो हि सम्यग्दष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन सर्वेष्वपि भावेषु मोहामावादमूढद्दष्टिः, ततोऽस्य मूढद्दष्टिकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव ।
હવે અમૂઢદૃષ્ટિ અંગની ગાથા કહે છે :
સંમૂઢ નહિ જે સર્વ ભાવે, - સત્ય દૃષ્ટિ ધારતો,
તે મૂઢદૃષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨. ગાથાર્થ - [ યઃ વેયિતા ] જે ચેતયિતા [ સમાવેy | સર્વ ભાવોમાં [ ગરમૂઢ: ] અમૂઢ છે- [ સવૃષ્ટિ: ] યથાર્થ દૃષ્ટિવાળો [ મવતિ ] છે, [ ] તે [ 7 ] ખરેખર [ અમૂઢષ્ટિ: ] અમૂઢદૃષ્ટિ [ સાવૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકાઃ- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો તેને) અભાવ હોવાથી, અમૂઢદૃષ્ટિ છે, તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે, તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દૃષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઈનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જામીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.