________________
ગાથા– ૨૩૧
૫૧૩
પણ તેનો તે કર્તા નથી. આહાહા...! વિષ્ટા વિગેરે લેવું. આહા...! “મિલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે તોપણ પોતે તેનો કત થતો નથી....” આહાહા.! એટલે? જરી અંદર દુગંછાનો ભાવ, વિકલ્પ આવી જાય પણ એનો કર્તા નથી. આહાહા...! આવું સ્વરૂપ હવે. આહાહા.!
તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે.” એ રાગનો કે દ્વેષનો ઉદય જરી આવ્યો એ ખરી જાય છે. આહાહા..! પાણીના પૂર બહુ આવતાને પહેલા? ત્યારે ગામમાં ગરી જાય દુકાન ઉપર, પછી શેઠિયાઓ નાળિયેર નાખે, એમ કે પાણી પાછું ફરી જાય. અમારા ‘ઉમરાળા ગામમાં થતું. મોટી નદી ખરીને? ગામમાં શેઠની દુકાન હોય ત્યાં સુધી પાણી આવે અને અંદર વધી જશે. ચારે કોરના પાણી, આમ પચીસ-પચીસ ગાઉથી “કરિયાણાથી નદી આવે. એ.ય મોટો દરિયો. પછી એ લોકો આમ નાળિયેર નાખે એમ કે પાછું હટી જાય. હૈ?
મુમુક્ષુ :- ચુંદડી ને નાળિયેર નાખે.
ઉત્તર :- ચુંદડી નાખતા હશે. આવી બધી ભ્રમણા છે. એ તો જોવાની ચીજ છે તો જાણ કે આમ થાય છે. એમાં હટી જાય કે તારા ઘરમાં ગરી જાય એમાં તને શું છે? આ (જ્ઞાન) ઘરમાં ક્યાં ગરે એવું છે? આહાહા...! આ તો દુકાનનું તો નાની ઉંમરમાં જોયેલું. “રોકડ શેઠ હતા એ લોકો ત્યાં આવે ને નાળિયેર નાખી જાય, એમ કે પાણી હવે હટી જશે. કાંઈ બિચારાને ખબર ન મળે. સ્થાનકવાસી જૈન. આહા...! એ ત્રીજો બોલ થયો.
શ્રોતા :- આ તો બધાના ઘરમાં ઝગડા થાય તેવું છે.
પૂજ્ય ગુરુદેવ :- શાસ્ત્રકાર પણ કહે છે ને કે કુટુંબીજનો ધુતારાની ટોળી છે. ભાઈ! જેને સર્પનું ઝેર ચડ્યું હોય તેને કડવો લીમડો પણ મીઠો લાગે છે. તેમ સંસાર ઝેર સમાન હોવા છતાં મોહી જીવને તે મીઠો લાગે છે. તેથી તેને જિનવાણીનું અમૃતપાન કરાવી નિર્મોહી બનાવવા વસ્તુસ્થિતિની જેમ વાત છે તેમ કહેવાય છે. અહીં તો ભવનો અભાવ કરવાની ને પરભવ સુધારવાની વાતો છે.
ઉંદર ફૂંકી ફંકીને પગ આદિ ખાય છે નો ઉંદર ફૂંક મારીને કરડે એટલે નિદ્રામાં ખબર પડતી નથી. તેમ આ બૈરા-છોકરા આદિ વખાણ કરી કરીને ખાય છે એટલે મૂઢને ખબર પડતી નથી!
આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮