________________
૫૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ “શીત, ઉષ્ણ...” ગરમી આમ એવી ગરમી પડે. એક કોર બાર ડિગ્રી, પંદર ડિગ્રી, સોળ ડિગ્રી. પડે છે કે નહિ? એ તો શેય છે. એનું એને દ્વેષપણું નથી. આહાહા.! શરીરમાં અગ્નિ સળગે. અગ્નિ એવા આખા શરીરમાં તણખા મારે. શરીરનો સ્વભાવ છે, હું એ શરીર નથી. તેમ મને તે તણખા મારતા નથી. આહાહા...! ભારે વાત, બાપુ! આકરી વાત બહુ. અને જેના જન્મ-મરણના અંત આવે, બાપા! આહાહા.! ચોરાશીના અવતારમાં સડી ગયો છે, મરી ગયો છે. એના દુઃખ વેઠ્યા એને પણ જોનારની આંસુની ધારા ચાલી છે, એવા દુઃખો એણે વેક્યા છે. કાંઈક આમ સગવડતા જરી બહાર દેખાય ત્યાં જાણે બસ! હવે અમે સુખી છીએ. પણ આત્માના જ્ઞાન વિના એ રાગમાં એકત્વ માનનારા મહાદુઃખી છે. આહાહા...!
સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય છે. તેથી તેને પરની વાંછા નથી તેમ પરમાં તેને દ્વેષ નથી. આહાહા...! ઝીણી વાત છે, ભાઈ! સાધારણ વાત (લાગે) પણ એમાં પરમાત્માનું ઘર જેણે જોયું છે, આહા. એવા સમ્યગ્દષ્ટિ ચાહે તો તિર્યંચ હો, અરે ! સાતમી નરકમાં નારકી હો, આહાહા...! એ વેદન ન્યાં ઠંડીનું, એક આટલી ઠંડી અહીંયા લાવે દસ હજાર જોજનમાં માણસ મરી જાય, એમાં સમકિતી અંદર પડ્યો હોય. આહાહા...! છતાં તેને શીતની દુગંછા નથી, એમ કહે છે. આહાહા.! ગજબ વાત છે. અને અગ્નિમાં આમ શરીરને સળગાવી
થે. હડ. હડ. હડ... હડ દુશમનો, વેરીઓ. ટાટાનું છે ને મોટું કારખાનું? પચીસ વર્ષનો રાજકુમાર હોય), કરોડો ખર્ચાને લગન થયા હોય તે દિવસે રાત્રે, હજી પહેલી રાત્રે કોઈ ઉપાડીને અગ્નિમાં નાખે, આહાહા.! એવી પીડા હોય તોપણ કહે છે કે સમકિતીને દુગંછા નથી. આહાહા.! ભાઈ! મારગડા બહુ જુદા છે. શુદ્ધઉપયોગ એ ધર્મ છે. શુભઉપયોગ એ ધર્મ નથી. આહાહા.! એથી અહીં દુગંછા નથી ત્યાં શુદ્ધઉપયોગ છે અથવા સમ્યગ્દર્શનની વીતરાગી દશા છે. સમજાણું કાંઈ? આહાહા...!
એ જુગુપ્સા કરતો નથી અથવા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે).. આહાહા.! ગંધાતી વિષ્ટાના ઢગલા દેખાય. આ ખેતરમાં નાખે છે ને? ભંગ્યા બધું લઈને ખાતર, આમ અમથી વિષ્ટા પડી હોય, ખેતરમાં ઢગલો હોય), ભૂંડ એને ખાય. ધર્મી કહે છે કે, એને દેખીને દુગંછા ન કરે. એ રત્નના ઢગલા દેખીને વાંછા ન કરે અને વિષ્ટાના ઢગલા દેખીને દ્વેષ ન કરે. આહાહા.! ચિંતામણિ નાથ અંદર જેને પ્રગટ્યો ભગવાન અને જેટલી અંદર એકાગ્રતા થાય તેટલી તેને આનંદની દશા વધે હવે એને પર જોવે છે શું? આહા...! પરની વાંછા ને પરમાં દુગંછા-દ્વેષ એને હોતો નથી. વીતરાગભાવે તે જાણે છે. આહાહા! આવું છે. - અત્યારે તો સમ્યગ્દર્શન વિનાની વાતું એકલી. વ્રત ને તપ ને ભક્તિ, પૂજા ને શાસ્ત્ર વાંચન ને મોટી સભાઓ ભરવી ને.. આહા...! અહીં તો ભગવાન પહેલું સમ્યગ્દર્શન હોય તેને ધર્મની શરૂઆત થાય છે. પછી વચ્ચે ભલે વિકલ્પ અનેક પ્રકારના હોય, આહાહા...!