________________
ગાથા- ર૩૧
૫૧૧ ભાવ' સ્વરૂપની જેને રુચિ નથી તેને પ્રભુ પ્રત્યે દ્વેષ છે, આ આત્મા પ્રત્યે, હોં! આહાહા.! પૂર્ણાનંદનો નાથ પરમાત્મા, અનંત અનંત ચૈતન્ય રત્નાકરથી ભરેલો ભગવાન, એનો જેને આદર ને જ્ઞાન નથી અને આ પાંચ ઇન્દ્રિયના જ્ઞાનમાં રોકાઈ ગયો, પ્રભુ! તેં તારા સ્વભાવનો અનાદર કર્યો. અરુચિભાવ, એને રુચ્યું નહિ તે તને તેના પ્રત્યે પ્રભુ! દુગંછા, દ્વેષ છે. અહીં દ્વેષ પર પ્રત્યે નથી પણ અહીંયાં દ્વેષ, આત્માની રુચિ નથી તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આહાહા...! અને ધર્મીને આત્મા પ્રત્યે દ્વેષ નથી પણ પરવસ્તુ દુગંછા દેખીને પણ તેને દ્વેષ આવતો નથી. આહાહા.! આવી વાતું છે.
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ સુધા,શરીરમાં સુધા દેખાય. તેથી એને દુર્ગછા નથી, અનાદર નથી. હોય છે. તૃષા,...” આહા! પાણીનું એક બિંદુ ન મળે અને તૃષા (લાગી હોય). સાચા સંત હોય વીતરાગી મુનિ, એને શરીર જીર્ણ થયું ને ઊભા થઈને પાણી લેવાનો પ્રસંગ પણ ન રહે, ઊભા થઈને પાણી લેવાય ને? બીજો કોઈ ઉભો કરીને લે એ પણ નહિ. આહાહા.! હવે એ તુષા લાગી હોય છતાં તેને અંદર આનંદ છે. એ તૃષાની દુર્ગછા નથી કે અર.૨.૨.! આ કેમ? જાણે છે. આહાહા...! પાણીનું બિંદુ ન મળે. આહાહા...! એવી તૃષા વખતે પણ ધર્મીને, આહા.! તેની જુગુપ્સા નથી. એ તૃષાની જડની દશા એ રીતે હોય. આહાહા...!
“શીત,” હીમ પડે હીમ. એના પ્રત્યે તેને દ્વેષ નથી. શીતળ સ્વભાવ ભગવાન આત્મા જેણે જાણ્યો તેને બહારની શીત પ્રત્યે દ્વેષ નથી. આહાહા...! જેણે આત્માની અરુચિ છોડીને દ્વેષ છોડ્યો અને રુચિ કરી એને પર પ્રત્યે પણ દ્વેષ નથી, કહે છે. સમજાણું કાંઈ? શું કીધું ? જેણે ભગવાન આત્માની અરુચિરૂપી દ્વેષ, દ્વેષ છોડ્યો અને રુચિ ને દૃષ્ટિ થઈ એને સ્વ પ્રત્યે દ્વેષ નથી તેમ પર પ્રત્યે દ્વેષ નથી. આહાહા.! એ તો વીતરાગમૂર્તિ આત્મા, સમકિતી વીતરાગમૂર્તિ છે. સમકિત ઈ વીતરાગ પર્યાય છે. આહાહા...! અને સમ્યગ્દર્શન થાય છે એ શુદ્ધઉપયોગમાં થાય છે. હવે અત્યારે એમ કહે છે કે, અત્યારે શુભઉપયોગ જ હોય. અરે ! પ્રભુ! શું કરે છે માણસ? સાધુ નામ ધરાવી મોટા “શાંતિસાગરને કેડે શ્રુતસાગર'. વાત તો એની સાચી છે કે, એ બધા પાસે શુભભાવ જ હતો. પણ એને શુભભાવને મુનિપણું મનાવવું, માનવું છે). શુભભાવ તો સમકિતીને પણ હોય છે પણ એ શુભભાવ મારો નથી હું તો શુદ્ધ ચૈતન્ય છું, એ હું છું. શુદ્ધઉપયોગી ભગવાન આત્મા તે હું છું, આહાહા..! ઝાઝો સ્વાધ્યાય કર્યો હોય ને શાસ્ત્ર બહુ ભણ્યો હોય માટે તેને આ સમ્યગ્દર્શન થાય, એમ નથી કાંઈ. આહાહા...! એ તો મહાપ્રભુ જેના પૂર્ણ આનંદાદિ અનંત ગુણોનું માહાભ્ય અંદર આવતા અંદર જાય છે, એકાગ્ર થાય છે, કહે છે, તેને પોતા પ્રત્યેનો જે અરુચિ ભાવ હતો એ તો ગયો, રુચિ ભાવ પોષાણમાં આત્મા આવી ગયો અને બહારની શીત, ક્ષુધા, તૃષા કે ઉષ્ણ, તેના પ્રત્યે પણ તેને અરુચિ નથી. આહાહા...! છે?