________________
૫૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ઉત્તર :- એ જ હોય. ત્રણલોકના નાથની દિવ્યધ્વનિમાં, “ૐકાર ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશે ભવિક જીવ સંશાય નિવારે આહાહા...!
જ્ઞાયકભાવ ભગવાન આત્મા છે, એ રાગવાળો તો નથી પણ અલ્પ પર્યાયવાળોય નથી. આહાહા.! સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય નિજ પરમાત્મદ્રવ્ય એ જ્ઞાયકભાવ જેનો આશ્રય લીધો છે, જેને ભગવાન આત્માના ભેટા થયા, એને પરની દુર્ગાછા પરમાં દ્વેષ કેમ હોય? કહે છે. આહાહા...! પોતા સિવાય પરમાં ક્યાંય રાગેય નથી, તેમ પોતા સિવાય પરમાં ક્યાંય એને દ્વેષેય નથી. આહાહા...! આવી અંતરની વાતું બાપુ! બહુ ઝીણી.
એણે તો વિનયતાને ત્યાં નાખ્યો છે કે, શુદ્ધઉપયોગ છે તે વિનયતા છે. પરનો વિનય કરવો એ તો ઉપચારિક વિનય, વિકલ્પ છે. વાત સાચી છે. સાચી વાત છે, બાપા! એક જણાએ લખ્યું છે ને તેથી, કે ભઈ! “કાનજીસ્વામીએ જે કંઈ ઊંડી ઊંડી વાતું કહી છે એની આ એક કડી છે, એમ લખ્યું છે. એમાં લખ્યું છે ને? કાલે આવ્યું હતું. એની આ એક બંધબેસતી કડી છે. પણ એ વિચારક, ક્ષયોપશમ ઘણો. ૩૪ પંડિતોએ વખાણ કર્યા છે કે આવી વાત તો અત્યાર સુધી ક્યાંય હતી નહિ. જેનું જેટલું હોય એનું એમાં. છતાં બિચારો નિર્માની માણસ છે. એ તો એમ કહે, અહીંથી હું તો શીખ્યો છું ને! આહા...!
પ્રભુ અંતર જેની દૃષ્ટિનો વિકાસ થયો એની તો વાતું શું કરવી! આહાહા...! એને તો પરના ગમે તેટલા સડેલા ઢોર દેખાય પણ દુગંછા નથી. જાણે છે કે મારી જ્ઞાનની પર્યાય અત્યારે તેને જાણવાને લાયકપણે જાણે છે. મારી જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ અત્યારે તેને જાણવું અને પોતાથી જ પોતાને એમ જાણવાનો સ્વભાવ છે. એ જાણવાનો સ્વભાવ છે એને આ કાઢી નાખવું એમ કંઈ રહે છે? એની દુર્ગછા કરું એમ છે)? આહાહા...! નિર્વિચિકિત્સા -જુગુપ્સા) રહિત) છે...” ચિકિત્સા રહિત એટલે દુગંછા રહિત. તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી.” દુર્ગધ કૃત જે ભાવ છે તેનો બંધ એને છે નહિ. આહાહા...! નિર્જરા જ છે. આહાહા.!
વસ્તુ વાસ્તવિક તત્ત્વ છે, જ્ઞાયકભાવ, એનો જે અનુભવ ને દૃષ્ટિ એની અહીં બલિહારી છે. બાકી તો બધી વાતું પછી. આ વ્રત ને તપ ને ભક્તિ ને આ ને આ. એ તો બધા રાગ હોય, આવે પણ તેનો એ ધર્મી કર્તા નથી. આહાહા...! ભગવાન જ્યાં અનંત આનંદનો સાગર જ્યાં ઊછળે છે, દૃષ્ટિમાં જ્યાં પરમાત્મા આવ્યો એને કઈ વાતની કમી છે? કે બીજી વાતની તેને મહિમા આવે? આહાહા.! સમજાણું કાંઈ? માટે કરવાનું હોય તો પહેલું આ કરવાનું છે. કહો, “સુજાનમલજી'! આવું છે, બાપુ! આહાહા.!
પાંચ ઇન્દ્રિયથી અનંતવાર અનંતકાળથી જોયું પણ જે જોનારો તેને જોયો નહિ. આહાહા...! જોનારને જોયા નહિ ને જોનારે પર્યાયમાં પરને જોયું. આહાહા. એ પોતા તરફનો એણે અનાદર કર્યો છે. આહાહા...! ‘ષ અરોચક ભાવ આ તો દુગંછા છે ને? દ્વેષ. દ્વેષ અરોચક