________________
ગાથા- ર૩ર
૫૧૭
પ્રવચન . ૩૦૮ ગાથા-૨૩રથીર૩૪ મંગળવાર, ભાદરવા વદ ૬, તા. ૧૧-૦૯-૧૯૭૯
બાહ્ય પરિગ્રહ તો ભાઈ! એ બધા રાગના નિમિત્તો છે. આહાહા.. જેને અંતરમાં સમ્યક દૃષ્ટિ એટલે કે મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ આદિ અત્યંતર પરિગ્રહ છે એની એકતાબુદ્ધિ જેને તૂટી છે અને જ્ઞાયક સ્વભાવમાં એકતાબુદ્ધિ થઈ છે તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે. સમજાય છે કાંઈ? પરિગ્રહ ચોવીસ પ્રકારનો છે ને? દસ પ્રકારનો પરિગ્રહ બાહ્ય છે. ભાઈએ હમણાં એમાં પ્રશ્ન મૂક્યો હતો. દસ પ્રકારમાં ધન, ધાન્ય આવે છે તો ધન, ધાન્યમાં ધનનો અર્થ પૈસા નથી ત્યાં. સોનું, રૂપું આદિ છે. દસ પ્રકારનો બાહ્ય પરિગ્રહ (છે) એમાં પણ પૈસા આવતા નથી. લોકો પૈસાને પરિગ્રહ માની બેઠા છે. આહા..! ઈ ભાઈએ લખ્યું છે. અને એ પરિગ્રહ જે છે અંદર રાગ, દ્વેષ, પુણ્ય-પાપ અત્યંતર પરિગ્રહ એને જેણે પકડ્યો છે, એ મારા છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી તો મિથ્યાત્વનો પરિગ્રહ છે. આહાહા.! અને એ મિથ્યાત્વનો પરિગ્રહ છૂટ્યા વિના રાગાદિના પરિણામ થાય એની એકતાબુદ્ધિ તૂટે નહિ. રાગ હોય ભલે, પણ એનું પરિમાણ થઈ જાય-માપ આવી જાય છે. એટલે? કે, કષાયની જે તીવ્રતાની એકતાબુદ્ધિ છે એ મહાપરિગ્રહ મિથ્યાત્વનો છે. આહાહા.! અને એ મિથ્યાત્વનો પરિગ્રહ છૂટ્યા વિના જ્ઞાયક સ્વભાવ તરફની એકતા કદી થાય નહિ. આહાહા.! સમજાણું કાંઈ?
ભાઈએ અકિચન અને બ્રહ્મચર્યનો ખુલાસો બહુ સારો કર્યો છે. હજી બ્રહ્મચર્ય આવ્યું નથી. અકિંચન એટલે પરપરિગ્રહનો અભાવ અને બ્રહ્મચર્ય એટલે સ્વભાવમાં એકતા. ઓલો અર્થ નાસ્તિ છે, આ અતિ છે. આહાહા...! કાંઈ પણ રાગાદિ કણ કોઈ ચીજ મારી નથી એવો અકિંચન ધર્મ તે નાસ્તિ તરીકે છે અને મારું સ્વરૂપ પૂર્ણાનંદ છે એવો જેને દૃષ્ટિમાં, જ્ઞાનમાં સ્વીકાર થયો એમાં એને બ્રહ્મચર્યની શરૂઆત થઈ. આહાહા...!
અહીંયાં કહે છે કે, અમૂઢદૃષ્ટિ. આહાહા.! “સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; છે? (ભાવાર્થ). સર્વ પદાર્થના સ્વરૂપ. સર્વમાં બધું આવી ગયું), રાગ, દ્વેષ, આત્મા, પર, મિથ્યાભાવ, રાગ આ બધાને યથાર્થ જાણે છે. આહાહા...! ૨૩૨ ગાથા. પાનું કાઢતા વાર લાગે, ઓલા પૈસાનું પાનું કાઢવું હોય તો ઝટ નીકળે. આહાહા...! અમૂઢદૃષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે... આહાહા...! એ હાસ્ય રાગાદિનો ભાવ તે દોષ છે, અત્યંતર પરિગ્રહ છે એમ જ્ઞાની બરાબર અંતરમાં જાણે છે. આહાહા.! અને એ પરિગ્રહની એકતાબુદ્ધિ તૂટ્યા વિના સમ્યગ્દર્શન થાય નહિ અને એના તૂટ્યા વિના બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરીને બેસે એ બધો મિથ્યા ત્યાગ છે. આહાહા...! એવી વાતું છે.
‘સર્વ પદાર્થોના સ્વરૂપને..” પરવસ્તુ છે એ તદ્દન પર છે, પૈસો આદિ એ તો પર