________________
૫૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે એમ જાણ્યું છે. રાગાદિ છે એ અંતરમાં અત્યંતર પરિગ્રહ છે વિકાર એ મારો નથી. એ થાય છે પણ મારો નથી. એવી એકત્વબુદ્ધિ તૂટી છે. એવો સમ્યગ્દષ્ટિ જીવ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે;” આહાહા...!
એણે–ભાઈએ તો એક લખ્યું છે, એમ કે આ પરિગ્રહના ત્યાગીઓને મેં ખડખડાટ હસતા દેખ્યા છે. ખડખડાટ હસવું તે હાસ્ય પરિગ્રહ નથી? આહા...! માળે! મૂળમાં ઘા કર્યો છે. વાત સાચી છે. એમ કે આમ બાહ્ય પૈસા, બાયડી, છોકરા છોડીને બેઠો તો જાણે અમે નિગ્રંથ થઈ ગયા અને હાસ્ય એટલો ખડખડાટ હાસ્ય કરે, દાંત કાઢે. એ હાસ્ય છે એ પરિગ્રહ છે અને એની પક્કડ છે, એત્વબુદ્ધિ છે કે નથી એનીયે ખબર નથી. આહાહા...! સમજાણું કાંઈ?
અને એક એણે લખ્યું છે, ભાઈ! કે, “જયપુરમાં મૂર્તિ લેવા આવે છે, મૂર્તિ, તો એ લોકો એમ કહે છે કે, અમારે એવી મૂર્તિ જોઈએ, હસમુખી મૂર્તિ જોઈએ. ત્યારે હું એને કહું કહે છે, એ કહે છે કે, હસમુખી મૂર્તિ તો હાસ્ય કરે એવી મૂર્તિ હાસ્ય તો પરિગ્રહ છે અને ભગવાન તો પરિગ્રહના ત્યાગી છે. આહાહા...! હસમુખી મૂર્તિ કરતાં શાંત અને વીતરાગી મૂર્તિ જોઈએ એમ કહો. એ.ઈ....! આહાહા...! મૂર્તિમાંય એમ કહે છે લોકો કે આમ હસમુખી ને આવી જોઈએ). આહાહા...! શું છે પણ આ? હાસ્ય છે એ તો પાપનો એક પરિગ્રહ છે. તો હાસ્યના પરિગ્રહવાળા એ ભગવાનની પ્રતિમા છે? આહા.! વીતરાગ શાંત મુદ્રા પ્રભુની અકષાય મુદ્રા છે એ તો. એને હાસ્ય આદિની મુદ્રાવાળા જાણવા તો કષાયવાળી મુદ્રા માની. આહાહા...! લોકોને તત્ત્વની વાસ્તવિક સ્થિતિ શું છે એની મૂઢતા ટળતી નથી. આહા...!
અહીં કહે છે, સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોમાં બધું આવી ગયું કે નહિ? હૈ? ભગવાનની પ્રતિમા, ભગવાન પોતે, પોતાનો આત્મા, રાગાદિ ભાવ બધું એમાં આવી ગયું. આહાહા...! સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી.” એકત્વબુદ્ધિનો અભાવ છે. રાગદ્વેષમોહનો એકત્વબુદ્ધિનો અભાવ છે એટલે ખરેખર એને રાગદ્વેષમોહ છે નહિ. આહાહા...!
તેની કોઈ પદાર્થ પર પ્રત્યે) અયથાર્થ દૃષ્ટિ પડતી નથી. આહાહા...! સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ કોઈપણ પદાર્થ પ્રત્યે અયથાર્થ દૃષ્ટિ પડતી નથી. આહાહા...! વીતરાગને વીતરાગ તરીકે જાણે, વીતરાગની મૂર્તિને વીતરાગ તરીકે જાણે. આહાહા! આત્માને રાગરહિત ચિદાનંદ પ્રભુ છે તેમ તેને જાણે. અને હાસ્ય, રતિ, અરતિ અત્યંતર પરિગ્રહ છે ને? ચૌદ પ્રકારનો પરિગ્રહ છે ને? મિથ્યાત્વ (આદિ). તો એને એ મારી ચીજ નથી તેમ તેને જાણે. આહાહા...! એનો પરિગ્રહ, ચૈતન્ય સ્વભાવ જેનો પરિગ્રહ થયો છે. એ પરિગ્રહ શબ્દ આવે છે ને? “નિર્જરા અધિકારમાં આવી ગયું છે. જેણે જ્ઞાયકભાવ પરિગ્રહ એટલે સમસ્ત પ્રકારે પકડ્યો