________________
ગાથા- ર૩ર
૫૧૯ છે. આહાહા...! એને અત્યંતર પરિગ્રહ રાગાદિની એકતાબુદ્ધિ હોતી નથી. આહાહા...! સ્વભાવ ચૈતન્ય ભગવાન જ્ઞાતા-દષ્ટાની જ્યાં એકતાબુદ્ધિ થઈ એને રાગાદિ, દયા, દાન આદિ વિકલ્પો આવે પણ તેની એકતાબુદ્ધિ તૂટી ગઈ છે. આહાહા.! સમજાણું કાંઈ? અને જેને પુણ્ય પરિણામ આવે તો તેને પુણ્ય તરીકે જાણે, એને ધર્મ તરીકે ન જાણે. યથાર્થ બુદ્ધિ થઈ છે ને? આહાહા...! સમજાણું કાંઈ?
કોઈ પદાર્થ પર પ્રત્યે) અયથાર્થ દૃષ્ટિ પડતી નથી. એટલે કે એને શુભ ભાવ આવ્યો એ ધર્મ છે તેવી દૃષ્ટિ એની થતી નથી. આહાહા...! “ચારિત્રમોહના ઉદયથી ઈષ્ટાનિષ્ટ ભાવો ઊપજે.” થાય ‘તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણી..” એટલે કે રાગની, વિકૃતની દશા મારી નબળાઈ છે એમ જાણી તે ભાવોનો તે કર્તા થતો નથી...” એકતાબુદ્ધિ તૂટી છે માટે કર્તા થતો નથી. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા! તે ભાવોનો પોતે કર્તા થતો નથી...” એટલે કે એ ભાવો છે ખરા, થાય છે પણ એકત્વબુદ્ધિ નથી તેથી કર્તા થતો નથી. આહાહા! જેમાં એબુદ્ધિ થઈ છે તેના જ્ઞાન, દર્શન ને આનંદના પરિણામનો કર્તા થાય છે. આહાહા.! જેને પોતાનો સ્વભાવ માન્યો છે તેનો કર્તા પર્યાયમાં થાય છે પણ વિકારી પરિણામ મારા નથી તો તેનો તે કર્તા થતો નથી. આહાહા...! આવી વાત છે.
તેથી તેને મૂઢદૃષ્ટિકૃત બંધ થતો નથી...” એકતાબુદ્ધિની જે મૂઢદૃષ્ટિ છે તેવો ભાવ એને હોતો નથી તેથી તેનો બંધ થતો નથી. પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી...” આહાહા.! રાગાદિ થાય તેમાં એકત્વપણું નથી તેથી તેના પ્રત્યે ભાવ આવ્યો તે ખરી જાય છે. આહાહા! સ્વભાવની સાથે તેને એકત્વ કરતો નથી. આહાહા...! તેથી તેને નિર્જરા જ થાય છે. બહુ અમૂઢદૃષ્ટિમાં પાઠ જ એમ છે ને? “બધાય ભાવોમાં મોહનો અભાવ...” એમ છે ને મૂળ પાઠમાં? એનો અર્થ કે બધા ભાવોમાં એકત્વબુદ્ધિનો અભાવ, એમ. સમજાણું કાંઈ? અને ત્રિકાળી જ્ઞાયકભાવમાં એક્વબુદ્ધિનો અભાવ. આહાહા.! આવું સમ્યગ્દષ્ટિનું અમૂઢ સ્વરૂપ છે. આહા.!
હે ભવ્યો! તમે એવું કામ કરો કે જેથી આત્મા પોતાની જ્ઞાનભૂમિકામાં આવી જાય. દેહ છૂડ્યાં પહેલાં આ પ્રયત્ન કરી લે. ઘર બળે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. માટે મરતાં પહેલાં આત્માનો યત્ન કરી લે. માનવદેહથી જ શિવપદ મળી શકે છે. દેવ, નારક, પશુગતિમાંથી શિવપદ નહિ મળે, માટે આ અમૂલ્ય અવસર ખોવા જેવો નથી. આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮