________________
૧૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કર્યું છે. ગુજરાતીમાં બે ઠેકાણે છે, આમાંય બે ઠેકાણે છે. બીજે ઠેકાણે છે ક્યાંક. અહીં છે? ૧૨૦ કળશ. ૧૨૧ શ્લોકના ભાવાર્થની છેલ્લી લીટી. બે (જગ્યાએ) છે. ૧૨૦ માં છેલ્લો શબ્દ “સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે.” - એક કોર કહે કે, ભૂતાર્થને શુદ્ધનય કહીએ. અગિયારમી ગાથામાં એમ કહ્યું કે, “મૂલ્યો વેસિવ ટુ યુદ્ધનો જે ત્રિકાળ છે તેને અમે શુદ્ધનય કહીએ છીએ. બીજી નય, શુદ્ધનય ધ્રુવનો આશ્રય લ્ય છે. “મૂલ્યસ્સિવો પહેલા કહ્યું કે, ત્રિકાળી ચીજને જ અમે શુદ્ધનય કહીએ છીએ. વિષય અને વિષયીનો ભેદ નહિ. શુદ્ધનય વિષયી અને ભૂતાર્થ વિષય, એ ભેદ નહિ. આવી વાત છે. ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદનો નાથ ભૂતાર્થ એ શુદ્ધનય. પછી ત્રીજા પદમાં લીધું, મૂલ્યમસિવો ઉતુ એ ત્રિકાળી ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. હવે અહીં એમ કહ્યું કે, કેવળજ્ઞાનની પૂર્ણતા.... “સાક્ષાત્ શુદ્ધનય કેવળજ્ઞાન થયે” અર્થાત્
જ્યાં સ્વભાવ સન્મુખ આશ્રય કરવાનું રોકાઈ ગયું, પૂર્ણ થઈ ગયો ત્યારે શુદ્ધનય પૂર્ણ કેવળજ્ઞાન થયે થાય છે, એમ કહ્યું. આહાહા...! શુદ્ધનય છે તો જ્ઞાનનો અંશ અને તેનો વિષય તો દ્રવ્ય ત્રિકાળ. પણ ત્રિકાળમાં આમ વલણ કરવાનું છે ત્યાં સુધી હજી શુદ્ધનયની પૂર્ણતા નથી એમ કહેવામાં આવ્યું. શું કહ્યું?
જ્યાં સુધી શુદ્ધનયનો વિષય ભૂતાર્થ છે એ તરફનો ઝુકાવ છે ત્યાં સુધી શુદ્ધનયની પર્યાયમાં પૂર્ણતા થઈ નથી માટે કેવળજ્ઞાન થતાં શુદ્ધનયની પૂર્ણતા (અર્થાતુ) દ્રવ્યનો આશ્રય લેવાનું રોકાઈ ગયું. દશા પૂર્ણ થઈ ગઈ. અરેરે.! આહાહા...! આવી વાતું. ક્રિયાકાંડીઓને આ ઘડ બેસે નહિ. શું થાય? બાપા! માર્ગ જ આ છે ત્યાં શું થાય? “સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન...” હવે ૧૨૧ (કળશના) ભાવાર્થનું છેલ્લું. છે? “કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ભાવાર્થની છેલ્લી લીટી. આહાહા. બે વાર આવ્યું. કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ભાષા જુઓ! કેવળજ્ઞાન થયું એટલે શુદ્ધનયનો આશ્રય લેવો અટકી ગયો દ્રવ્યનો, એટલે પૂર્ણ શુદ્ધનય, પર્યાય પ્રગટ થઈ. છે કે નહિ એમાં? ૧૨૦ અને ૧૨૧. આહાહા...!
કેવળજ્ઞાન તો પર્યાય છે. કેવળજ્ઞાન તો વ્યવહારનયનો વિષય છે. શું કહ્યું સમજાણું? કેવળજ્ઞાન તો સદ્ભુત વ્યવહારનયનો વિષય છે. અહીં કહ્યું કે, સાક્ષાત્ શુદ્ધનય કેવળજ્ઞાન થયે થાય છે. તેનો અર્થ કે, સ્વનો આશ્રય લેવો પૂર્ણ થઈ ગયો તો એ શુદ્ધનય કેવળજ્ઞાન થઈને પૂર્ણ થઈ ગઈ, એમ. સમજાય એટલું સમજવું, બાપુ! આ તો અંતરની વાતું છે. આહાહા.! આસવમાં બે ઠેકાણે (વાત આવે છે). શુદ્ધનય કેવળજ્ઞાન થયે પૂર્ણ થાય છે.
મુમુક્ષુ - એકાગ્રતા પૂર્ણ થઈ ગઈ ને. ઉત્તર :- એકાગ્રતા પૂર્ણ થઈ ગઈ એટલે શુદ્ધનય પૂર્ણ થઈ ગઈ એમ કહ્યું. આહાહા..! મુમુક્ષુ :- ૧૧૨ કળશમાં પણ આવે છે. “પુણ્ય-પાપ અધિકાર”માં. ઉત્તર :- ૧૧૨ કળશ? આસવમાં બે ઠેકાણે નાખ્યું છે. ૧૧૨ એ તો પુણ્ય-પાપ