________________
શ્લોક–૧૪૦
૧૭૧ છે નહિ પણ પાંચ જ્ઞાનના ભેદનું લક્ષ છોડીને અભેદનો અનુભવ કરે છે તેમાં કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવી ગયો. પ્રત્યક્ષ તો જ્ઞાયકનો છે. સમજાણું? કેવળજ્ઞાન વર્તમાનમાં નથી પણ કેવળજ્ઞાનની પર્યાય એ ભેદ છે તેને છોડી અંદર ગયો તો કેવળજ્ઞાનનો સ્વાદ પરોક્ષ રીતે આવ્યો. આહાહા...!
મુમુક્ષુ :- પરોક્ષ કે પ્રત્યક્ષ
ઉત્તર :- અત્યારે પ્રત્યક્ષ કેવળજ્ઞાન ક્યાં છે? એમ કહે છે. પણ કેવળજ્ઞાન આવું છે અને જ્ઞાયક સ્વભાવમાં કેવળજ્ઞાન પડ્યું છે, એવા જ્ઞાયકનો અનુભવ થતાં, કેવળજ્ઞાન અત્યારે નથી પણ પરોક્ષ રીતે સ્વાદ આવે. પર્યાય વર્તમાનમાં નથી એટલે પરોક્ષ રીતે કહ્યું. જ્ઞાયકભાવમાં કેવળજ્ઞાનની શક્તિ પડી છે તો તેનો સ્વાદ લે છે, કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ કહ્યો. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો પ્રત્યક્ષ સ્વાદ છે. અરેરે...! આવી વાતું છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સ્વભાવ સન્મુખ થાય છે, તેનું તો પ્રત્યક્ષ વેદને વર્તમાન પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન વર્તમાનમાં પ્રત્યક્ષ નથી માટે પ્રત્યક્ષ નથી પણ કેવળજ્ઞાનની પર્યાય જ્ઞાયકમાં શક્તિ પડી છે, એવો સ્વાદ લ્ય છે. પરોક્ષ કેવળજ્ઞાનની પર્યાયનો સ્વાદ કહેવામાં આવે છે. પર્યાયનો સ્વાદ, હોં! દ્રવ્યમાં સ્વાદ તો પ્રત્યક્ષ છે. શાંતિથી સાંભળવું, ભાઈ! આ તો વીતરાગ માર્ગ છે. આહાહા...! અરે.! પરમાત્મા ત્રિલોકનાથની દિવ્યધ્વનિ છે.
પ્રભુ! રાગનો સ્વાદ તો નહિ. આહાહા...! ગજબ વાત છે. જડનો તો સ્વાદ નહિ, રાગનો સ્વાદ તો નહિ પણ કેવળજ્ઞાનનો સ્વાદ પરોક્ષ આવે છે. આહાહા...! પ્રત્યક્ષમાં તો જ્ઞાયકસ્વભાવમાં જે મતિ, શ્રુત પ્રગટ થયું તેનો સ્વાદ વર્તમાન પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન પ્રગટ થશે, અત્યારે છે નહિ, પણ કેવળજ્ઞાન શક્તિમાં પડ્યું છે તો શક્તિની પ્રતીતિ થાય છે, કેવળજ્ઞાનની પર્યાયનો પરોક્ષ સ્વાદ (આવે છે). દ્રવ્યનો સ્વાદ પ્રત્યક્ષ પણ કેવળજ્ઞાન પર્યાય વર્તમાનમાં નથી માટે પરોક્ષ સ્વાદ કહેવામાં આવે છે. આહાહા. આવી વાતું છે.
ખરેખર શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાન થયે થાય છે. એ “આસ્રવ અધિકારમાં આવે છે, બે વાર આવ્યું છે. શુદ્ધનયનું પૂર્ણ રૂપ એટલે કે અંતરમાં શુદ્ધનયનો વિષય જે ધ્રુવ ત્રિકાળ (છે), તેનો આશ્રય લેવો છૂટી ગયો ત્યારે તેને શુદ્ધનયની પૂર્ણતા પ્રગટ થઈ. આહાહા...! કેવળજ્ઞાન થયું એ શુદ્ધનયની પૂર્ણતા પ્રગટ થઈ એમ કહે છે. આસ્રવ અધિકારમાં આવી ગયું છે. આ તો નિર્જરા અધિકાર છે. સમજાણું? આ તો હિન્દી છે ને? અમારા ગુજરાતી પુસ્તકમાં) ચિહ્ન કર્યા છે. ગુજરાતી વાંચન વિશેષ છે. શું કહ્યું?
‘આસવ અધિકારમાં અર્થમાં એમ લીધું છે કે, શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાન થયે થાય છે. પર્યાય પૂર્ણ થાય ત્યારે શુદ્ધનય પૂર્ણ થઈ એમ આવે છે. છે આસવમાં છે? આમાં? હિન્દી. હિન્દી છે? ગુજરાતી છે નહિ. અહીં ગુજરાતી આવ્યું નથી. ગાથા કઈ છે? ૧૨૦ કળશ. એ આવ્યું. “સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦ કળશ. આમાં ચિલ