________________
૧૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે.’ આહાહા..! ‘વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે.’ રાગ તો મટી જાય છે પણ ભેદભાવ મટી જાય છે. પર્યાયના ભેદનું લક્ષ નથી. સ્વરૂપની એકાગ્રતામાં ભેદનું લક્ષ છૂટી જાય છે. ભેદભાવ મટી જાય છે. ૨૦૪ ગાથા આવવાની છે ને? તેનો ઉપોદ્ઘાત છે. ૨૦૪ આવશે.
આહાહા..!
જ્ઞાનના વિશેષો શેયના નિમિત્તે થાય છે.' હવે શું કહે છે? જ્ઞાનના ભિન્ન ભિન્ન ભેદો એ શેયના નિમિત્તે થાય છે). મતિમાં આટલા શેય જાણવામાં આવે, શ્રુતમાં આટલું જાણવામાં આવે, અવિધમાં આટલું જાણવામાં આવે, મન:પર્યયમાં આટલું, કેવળમાં આટલું. એ શેયના ભેદથી ભેદ પડે છે. આહાહા..! જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે...' આહા..! ભવના અંતની વાતું છે, પ્રભુ! આહાહા..! જેમાં ભવના અંત આવે અને અનંત આનંદના સ્વાદ આવે ત્યાં ભવના અંત છે. આહાહા..! જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે છે...’ એકલા જ્ઞાયકભાવ તરફ એકાગ્રતા થાય છે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે. એક જ્ઞાન જ શેયરૂપ થાય છે.’ એક પોતાનું જ્ઞાન જ શેય (થાય છે). આહાહા..! પરશેયના નિમિત્તે ભેદ પડે છે. મતિ ને શ્રુત ને અવધિ ને મન:પર્યય ને કેવળ. એ બધા જ્ઞેયના નિમિત્તના ભેદ છે, એમ કહે છે. આહાહા..! સમજાણું? આહાહા..! અંદર જ્ઞાયકભાવ મહાપ્રભુ અનંત ગુણનો રસીલો રસ, તેમાં જ્યારે રસ લ્યે છે.. આહાહા..! એમાં એકાગ્ર થાય છે ત્યારે જ્ઞાન જ શેયરૂપ થાય છે.' પોતાનું જ્ઞાન જ જ્ઞાનમાં શેયરૂપ થાય છે. પરણેયના ભેદ મટી જાય છે. આહાહા..! પોતાનું જ્ઞાન જ શેય, જ્ઞાન જ જ્ઞાન ને શાયક જ જ્ઞાન. ત્રણે એકરૂપ છે. ૫૨શેય અને આત્મા જ્ઞાતા, એ પણ નહિ. આહાહા..! નિજ આત્મા જ્ઞાયક, નિજ આત્મા પોતાના શાયકનું શેય અને પોતાનો આત્મા એ શેયનું જ્ઞાન. નિજ શેયનું જ્ઞાન. આહાહા..! સમજાણું? આ બાપુ! આ તો અંતરની વાતું છે. આ કંઈ બહારની ધમાલ.. આહા..! એમાં જાણે જ્ઞાનને માર્ગે ધમાધમ ચલી, જ્ઞાનમાર્ગ રહ્યો દૂર’
‘અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? છદ્મસ્થ છે, હજી પૂર્ણ જ્ઞાન નથી, તેને કેવળજ્ઞાનનો સ્વાદ કેવી રીતે આવે? તમે તો કહો છો કે, પાંચે જ્ઞાનની પર્યાયનો સ્વાદ અભેદમાં આવે છે. સમજાણું? ભેદનું લક્ષ છોડી, અભેદના સ્વાદમાં પાંચે જ્ઞાનનો અભેદપણે અભેદ સ્વાદ આવે છે. એ કહે છે કે, છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે?” આહાહા..! આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ઘનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી...’ શુદ્ઘનય જે સમ્યજ્ઞાનનો ભાવ, તેનો વિષય આત્મા, એ શુદ્ધ પૂર્ણ સ્વરૂપ બતાવે છે. શુદ્ઘનય આત્માનું પૂર્ણ સ્વરૂપ બતાવે છે. તેથી શુદ્ઘનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો...' વર્તમાનમાં કેવળજ્ઞાન