________________
શ્લોક–૧૪૦
૧૬૯ આત્માની શુદ્ધ આત્મવૃત્તિ એ નથી. આહાહા...! જેઠાલાલભાઈ! હોય છે પણ એ આત્મવૃત્તિ નહિ. આહાહા.! ગજબ કામ કર્યું છે.
- ‘આત્મ-અનુભવ-અનુમાવ’ આત્માના અનુભવના અનુભાવના પ્રભાવથી, વિવશ નામ તેને વશ થઈને. “સ્વાં પોતાની વસ્તુ પરિણતિને અનુભવતો થતો. આહાહા...! એટલા શબ્દના અર્થ છે. [N: માત્મા gિs: માત્મા] “આ આત્મા.” “N:' એટલે આ આત્મા. પ્રત્યક્ષ જાણે. આહાહા.... [ વિશેષ-૩ય પ્રશ્ય ] “જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો. એ શું કહે છે? કે, મતિ, શ્રુત ને અવધિ ને એવા ભેદ પડે છે (એ) ભેદ ઉપરનું લક્ષ છોડી, ભેદને ગૌણ કરી અંતર અભેદની દૃષ્ટિમાં લીન થાય છે. આહાહા.! રાગની વાત તો ક્યાંય રહી, પરદ્રવ્યની તો ક્યાંય રહી... આહાહા...! પણ પર્યાયમાં મતિ ને શ્રુત ને અવધિ એવા ભેદ, એ લક્ષ પણ છોડી દયે છે. ભેદ ઉપર લક્ષ નહિ, અભેદ તત્ત્વ ઉપર દૃષ્ટિ છે. આહાહા..! ભેદ છે તેને જાણે, તેનો આદર નહિ. આહાહા.. જ્ઞાનના ભેદોનો કોઈ આદર નહિ. આહાહા.!
એક જ્ઞાયક ભગવાન પૂર્ણાનંદ નાથ, વસ્તુ, જેમાં અનંત ગુણો વસેલા છે, રહેલા છે, વસ્તુ. આ વાસ્તુ લ્ય છે ને? વાસ્તુ કોઈ ઝાડ ઉપર લ્ય? મકાનમાં હોય. એમ આ વસ્તુ, જેમાં અનંત ગુણનો વાસ છે. આહાહા...! વસ્તુવૃત્તિ તે સન્મુખ થઈને જે પરિણતિ પ્રગટ થઈ, તેના વેદન આગળ [ વિશેષ-૩ય પ્રશ્ય ] વિશેષોના ઉદયને ગૌણ કરે. એ અભેદના અનુભવમાં ભેદના વિશેષને પણ ગૌણ કરતો પોતાના અભેદ આત્માનો અનુભવ કરે છે. આહાહા...!
[સામાનં વનય વિના “સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો. [સામાન્ય વનય વિને સામાન્ય નામ જ્ઞાયકભાવ ત્રિકાળી તેમાં “નય નામ એકાગ્ર કરતો. “નય અભ્યાસ કહો, એકાગ્રતા કહો, અનુભવ કહો. નયનના એટલા અર્થ થાય છે. ભગવાન સામાન્ય જે વસ્તુ, તેનું નિયન – તેમાં એકાગ્રતા, તેનો અભ્યાસ, તેનો અનુભવ કરતો. [સન્ન જ્ઞાન સકળ જ્ઞાનને એકત્વમાં લાવે છેપર્યાયના ભેદનું લક્ષ છોડી સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. આરે. આવી વાતું છે. “સનં જ્ઞાનં સકલ જ્ઞાનની ભેદની દશાને પર્યાયમાં એકપણામાં લાવે છે...” ભેદનું લક્ષ છોડી જ્ઞાયકમાં એકાગ્રતા લાવે છે. આહા...! આવો માર્ગ એને લોકોએ કંઈક કરી નાખ્યો, પ્રભુનો માર્ગ. આહાહા...!
ભાવાર્થ :- “આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ.” ભગવાન આત્માના સ્વભાવની એકાગ્રતા અને એ એકાગ્રતાના સ્વાદ આગળ અન્ય રસ ફિક્ક છે.” આહાહા.! ભેદનો રસ, રાગનો રસ બધા ફિક્કા છે. ઈન્દ્રના ઇન્દ્રાસનના (સ્વાદ ફિક્કા છે). આહાહા.! શરીર સુંદર હોય, રૂપાળું હોય, ઠીક રૂપ આદિ હોય), લોકોને આમ આકર્ષણ કરે. અરે..! પ્રભુ! જડનું આકર્ષણ? આહાહા.! ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ, જેનું જ્ઞાન ઉગ્ર. જેનું આનંદશરીર, જ્ઞાનશરીર એવું સ્વરૂપ, એ રૂપ તને આકર્ષિત નથી કરતું? આહાહા.!