________________
૧૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ તો જડ તરફના વશ રાગની વૃત્તિ છે, રાગનો અનુભવ છે. પુણ્યનો અનુભવ એ રાગનો અનુભવ છે. આહાહા.! વસ્તુવૃત્તિ છે ને? “વિ એટલે જાણવું અને અનુભવવું. “વિવનો અર્થ. આહાહા...!
ભગવાનઆત્મા વસ્તુ, તેની વૃત્તિ – અનુભૂતિ, તેના અવલંબને થયેલી વીતરાગી પરિણતિ, એ વસ્તુની વૃત્તિ, એ આત્માની પરિણતિ, એ આત્માની દશા, એ આત્માની પરિણતિ ને ભાવ. આહાહા.! એને “વિવ જાણતો એટલે અનુભવતો. આહાહા...! બહુ, “અમૃતચંદ્રાચાર્યે ટૂંકા શબ્દમાં કેટલું ભર્યું છે. આહાહા...! પ્રભુ! આ તો શાંતિનો માર્ગ છે. આહાહા...! વિકલ્પો ને બહારની ક્રિયામાં ધમાલ... ધમાલ. એમાં ધર્મ માને છે, પ્રભુ! તારી ચીજને તું ભૂલી ગયો. તારી ચીજ-વસ્તુ જે છે એ તો જ્ઞાયકભાવ અને આનંદથી ભરેલી ચીજ છે. એ તરફનો ઝુકાવ જો થાય તો તેની વૃત્તિ, અનુભૂતિ, પરિણતિ ઉત્પન્ન થાય છે. એ આત્માની અનુભૂતિની પરિણતિનો સ્વાદ લેતો અથવા તેને જાણતો, વેદતો, અનુભવતો. આહાહા.! અરે. આવી વાત છે. તેને નિર્જરા થાય છે, એમ કહે છે. આહાહા..! ભગવાનની આ વાણી છે. સંતો ભગવાનના આડતિયા છે. દિગંબર સંતો એ ભગવાનના આડતિયા છે. ભગવાનનો માલ આ રીતે જગતને પ્રસિદ્ધ કરે છે. આહા...!
ભગવાન! તું વસ્તુ છે નેહવે અહીંયાં ભગવાન આવ્યા. ભગવાને એમ કહ્યું હતું કે, તારો ભગવાન અંદર જે વસ્તુ છે એ તરફ દૃષ્ટિ કર તો તારી પરિણતિ, વૃત્તિ ઉત્પન્ન થશે, એ ધર્મ છે. આહાહા...! સમજાણું? આ કંઈ પક્ષપાતની વાત નથી, આ તો વસ્તુની સ્થિતિ છે. એમ કહ્યું ને? આ કોઈ પક્ષ નથી, કોઈ પંથ નથી કે આ દિગંબર ધર્મ એક પંથ છે ને શ્વેતાંબર એક પંથ છે. આ તો વસ્તુવૃત્તિ–વસ્તુની પરિણતિ તે જૈનધર્મ છે. આહાહા...! સમજાણું?
એ વસ્તુવૃત્તિનો અનુભવ થવાથી નિજ વસ્તુવૃત્તિને આત્માની શુદ્ધ પરિણતિને)...” એમ. વૃત્તિનો અર્થ. જાણતો–આસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી) અંતરના એના સ્વાદ આગળ બીજાની કોઈ જોડ નથી. અજોડ આત્માનો સ્વાદ. આહાહા...! અંતરમાં જ્ઞાનાનંદમાં એકાગ્રતા થઈને, અંતરની વસ્તુની પરિણતિનો સ્વાદ લેતો. આહાહા...!
બહાર નહિ આવતો...... આહાહા.! બહાર નીકળવું શોભતું નથી. પણ રહી શકતો નથી, નબળાઈને લઈને વિકલ્પ ઉઠે છે) પણ અંદર આનંદના સ્વાદમાંથી બહાર આવવું ચતું નથી, ગોઠતું નથી. આહાહા...! આવો આત્મા હવે. આહાહા...! આવા આત્માને મૂકીને બીજી બધી વાતું. આ વ્રત કરો ને તપસ્યા કરી ને જાત્રા કરી ને મંદિર બનાવો. આહાહા...! હમણા ઓલા ભાઈએ નહિ? ‘મિસરીલાલજી. મિસરીલાલજી નહિ? “કલકત્તા”. “કાલા? ‘મિસરીલાલ કાલા'. પાંચ લાખ આપ્યા હમણા ત્યાં. પાંચ લાખ. લોકોને એમ થઈ જાય કે આહા...! પણ એ ચીજમાં શું? એ તો કદાચિત્ એક રાગની વૃત્તિ છે, એ કંઈ આત્માની વૃત્તિ નથી.