________________
શ્લોક–૧૪૦
૧૬૭ જાય છે તો ભેદનો સ્વાદ છૂટી જાય છે. આહાહા... ભેદનો સ્વાદ એ પણ રાગનો સ્વાદ છે. આહાહા.! ભેદ ઉપર લક્ષ કરવાથી રાગ ઉત્પન્ન થાય છે. અભેદ ઉપર દૃષ્ટિ કરવાથી રાગ વિનાનો આનંદનો સ્વાદ આવે છે. જેઠાલાલભાઈ આવું તો સાંભળ્યું ન હોય અને આખો દિ આ. અરે.રે.... પોતાના જ્ઞાયક અંતરમાં એકાગ્ર થવાથી અતીન્દ્રિય આત્માના સ્વાદ આગળ બીજાનો સ્વાદ આવતો નથી. આહા.! છે? આહા...!
[માત્મ-સનુમવ-અનુમાવ-વિવશ: સ્વાં વરતુવૃત્તિ વિદ્] “આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી...” અનુભાવ. આત્માના અનુભવના–સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી...” “માત્મ-સનુમવ-અનુમાવ-વિવશ: એનો અર્થ કર્યો. આત્માના અનુભવના પ્રભાવને વિવશ. આહાહા...! જે અનાદિ કર્મના વશે પડતાં રાગ-દ્વેષ કરતો હતો. કર્મથી રાગદ્વેષ નથી થતા, કર્મને વશ પોતે થાય છે. એ ભગવાન આત્મા પોતાના જ્ઞાયક સ્વભાવને વશ થઈને... આહાહા...! જ્ઞાયકસ્વભાવ આહા...! આત્માનુભવના એટલે “અનુમાવ'. “અનુમાવી એટલે પ્રભાવને આધીન...” આધીન નામ “વિવશ: સ્વાં વરતુવૃત્તિ વિન્ આહાહા..! “નિજ વસ્તુવૃત્તિ.” નિજ આત્માની શુદ્ધ વૃત્તિ એટલે પરિણતિ. આહાહા...! “અમૃતચંદ્રાચાર્યનું કથન બહુ ટૂંકું.
આત્મ અનુભવના પ્રભાવને વશ થાય છે. ત્યારે “સ્વાં વરસ્તુવૃત્તિ વિ નિજ વસ્તુવૃત્તિ...” આત્મા વસ્તુ, તેની વૃત્તિ-પરિણતિ. અનુભૂતિ અને વીતરાગી પરિણતિ. આહાહા...! “વાં વસ્તુવૃત્તિ વિ આહાહા.! નિજ વસ્તુની પરિણતિ. આહાહા...! “વિવલેતો થકો. છે? ‘(આત્માની શુદ્ધપરિણતિને) જાણતો-અનુભવતો. ઓહોહો...! ભગવાન આત્મા રાગથી ભિન્ન પડી પ્રથમમાં પ્રથમ જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું ત્યારે તેને મિથ્યાત્વ આદિની સંવર દશા તો ઉત્પન્ન થઈ ગઈ. પણ હવે વિશેષ જ્ઞાનના અનુભવના સ્વાદને વશ પડ્યો અને વસ્તુની વૃત્તિ. વસ્તુ ભગવાન આત્મા, તેની વૃત્તિ. વૃત્તિ નામ પરિણતિ. આહાહા.! ભગવાન આત્મા વસ્તુ જ્ઞાયકભાવ, તેની વૃત્તિ, તેની પરિણતિ. આહાહા...! એ રાગ રહિત વીતરાગ પરિણતિ એ વસ્તુવૃત્તિ છે. આત્માનો અનુભવ, આનંદનો વીતરાગ પર્યાયનો આનંદનો સ્વાદ, એ વસ્તુની વૃત્તિ છે, એ વસ્તુની પરિણતિ છે. એ રાગાદિ પરિણતિ આત્માની વસ્તુ નહિ. આહાહા...! બહુ સરસ છે. આહાહા.! સ-રસ છે. આહાહા.!
આત્માના... આ ભાષા જુઓ! “વસ્તુવૃત્તિ વિ આહાહા...! ભગવાન વસ્તુ, એ તરફની એકાગ્રતાની પરિણતિ. આહાહા...! તેને અનુભવતા. વસ્તુની પરિણતિને વેદતો. આહાહા...! “(આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવમાંથી બહાર નહિ આવતો)...” આહા.! અંતરમાં એકાગ્રતાના સ્વાદની આગળ બહાર વિકલ્પમાં આવવું, એ નથી આવતો. આહાહા.! આવો માર્ગ. એનો અર્થ એ થયો કે, દયા, દાનનો વિકલ્પ જે છે એ વસ્તુવૃત્તિ નથી. સમજાણું? એ વસ્તુની પરિણતિ નથી. દયા, દાન, વ્રતાદિના વિકલ્પ એ વસ્તુની વૃત્તિ નથી. આહાહા...!