________________
૧૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ (થાય છે), એ નિર્જરા નહિ. “તપ: નિર્નર’ એ તત્વાર્થસૂત્રમાં શબ્દ છે. ઇ તપસા (એટલે) આ તપસા. આહાહા...!
જ્ઞાયકભાવ ભગવાન એમાં ભરેલા સ્વાદથી, એમાં સ્વાદ ભર્યા છે. અતીન્દ્રિય આનંદનો સ્વાદ જ્ઞાયકભાવમાં ભર્યો છે. તેના સ્વાદને લેતો. આહાહા...! આ નિર્જરા અને આ સંવર છે. અંતરમાં જ્ઞાયકભાવમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભર્યો છે તેનો સ્વાદ લેતો. આહાહા..! રાગ અને દ્વેષ, એ કંઈ અંતર જ્ઞાયકભાવમાં ભર્યા નથી. તેનો સ્વાદ લેવો એ તો અજ્ઞાન ભાવ છે. આહાહા...!
જ્ઞાયકનો સ્વાદ લેતો થકો. હિન્દમયં સ્વાતં વિધાતુન્ સદ: હિંમય સ્વાદને લેવા અસમર્થ... પોતાના સ્વભાવ સિવાય વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપથમિક જ્ઞાનના ભેદોનો (ત્રણેનો) સ્વાદ લેવાને અસમર્થ આહાહા! જડના સ્વાદ તો કદી લીધો નથી પણ જડ તરફનું વલણ કરીને રાગનો સ્વાદ લીધો છે). તો અહીંયાં કહે છે કે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ચીજ જે છે, જડ શરીર, વાણી, મન એનો પણ સ્વાદ છૂટી ગયો. રાગાદિ વિકલ્પનો અંદર વિકાર છે તેનો પણ સ્વાદ છૂટી ગયો અને જે ભેદ છે, જ્ઞાનની પર્યાયમાં ભેદ છે, તો ભેદના લક્ષનો સ્વાદ પણ છૂટી ગયો. આહાહા...! છે?
‘(ક્ષાયોપથમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ)...” શું કહે છે? ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ, ચૈતન્યના સ્વાદથી ભરેલો તેમાં અંતરમાં એકાગ્ર થઈને આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતો. રંગ, રાગ અને ભેદ – એ ત્રણ શબ્દ ભાઈમાં આવે છે, નહિ? હુકમચંદજી'. ‘હુકમચંદજી' છે ને? ભજન બનાવ્યું છે ને? રંગ, રાગ અને ભેદ–ત્રણ. એણે ત્રણ નાખ્યા છે. રંગ આદિ, જડ આદિ ચૈતન્યનો રસ છૂટી જાય અને રાગાદિ છૂટી જાય અને ભેદનું લક્ષ પણ છૂટી જાય. તો ભેદનો સ્વાદ છૂટી જાય. આહાહા...! બહુ ઝીણું. નિર્જરા અધિકાર છે ને? આહા..! - નિર્જરા કેવી રીતે થાય છે? પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં સ્વાદ ભર્યો છે તેનો સ્વાદ એકાગ્ર થતાં, અંતરમાં જ્ઞાયકભાવમાં એકાગ્ર થવાથી જે સ્વાદ આવે છે એ સ્વાદ અભેદનો સ્વાદ છે. તેમાં રંગ અને રાગ ને ભેદનો સ્વાદ છૂટી જાય છે. અસ્તિપણે જ્યારે અભેદનો સ્વાદ આવ્યો, અસ્તિ નામ એકરૂપ જ્ઞાયકભાવ છે તેની જ્યારે દૃષ્ટિ થઈ અને તેમાં એકાગ્ર થયો, તો અસ્તિપણાનો અભેદપણાનો સ્વાદ આવ્યો. રંગ ને રાગ ને ભેદ તેમાં નથી, તો એ રંગ, રાગ ને ભેદના સ્વાદ છૂટી જાય છે. અરે.. આરે.! આવી વાત. સમજાણું? અરે..! એણે ક્યારેય હિત કર્યું નથી. પરમાં રોકાઈ આ કર્યું ને આ કર્યું ને આ કર્યું. આહાહા...!
તદ્દન રાગથી પણ નિવૃત્ત સ્વરૂપ, શરીર, વાણી, મન જડ એનાથી તો નિવૃત્ત સ્વરૂપ છે જ, પણ રાગથી નિવૃત્ત સ્વરૂપ અને ભેદથી પણ નિવૃત્ત સ્વરૂપ. આ જ્ઞાનાદિના ભેદ, પર્યાયમાં ભેદનું લક્ષ પણ છૂટી જાય છે. જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થવાથી ભેદનું લક્ષ છૂટી