________________
શ્લોક-૧૪૦
૧૬૫
ધર્મશાળામાં લાખ (આપ્યા). દસ લાખનું બનાવવાનું છે ને? એમાં લાખ લખાવ્યા છે. નહિ આ પરમ દિવસે? કે દિ’? ‘બાબુભાઈ’ અને બધા હતા. પહેલા પણ નાનાભાઈએ લાખ આપ્યા હતા ત્યાં ‘ભાવનગર’. સત્ સાહિત્ય ‘હીરાલાલ' તરફથી નીકળે છે ને? ત્યાં લાખ આપ્યા છે. નાનાભાઈએ, ‘હોંગકોંગ’ના. બે લાખનું મકાન લીધું છે ને? ‘નવનીતભાઈ’ પ્રમુખનું મકાન હતું એણે બે લાખનું લીધું. એના નાના ભાઈએ. અરે..! એ મકાન, એ પૈસા ને બાપુ!
આહાહા..!
જેને અંતરના સ્વાદ આવ્યા એ રાગનો સ્વાદ લેવાને અસમર્થ. એ તો ઠીક પણ ભેદનો સ્વાદ લેવાને અસમર્થ (છે). આહાહા..! એવી ચીજ છે, પ્રભુ! એ આનંદનો સાગર ભગવાન જ્યારે અંદરમાં જાય છે.. આહાહા..! એના સ્વાદ આગળ આ બધા જગતના સ્વાદ લેવાને અસમર્થ રહે છે. આહા..! છે?
આત્માના અનુભવના સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને)... આહા..! જાણતો-આસ્વાદતો..' નિજ અનુભવમાં આસ્વાદન લેતો. ‘(આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવનમાંથી બહાર નહિ આવતો...' આહાહા..! અંતરના સ્વાદની આગળ ધર્માત્મા બહાર આવવાને પણ આળસુ થઈ જાય છે. બહાર આવવામાં આળસુ. આહા..! એવી સ્થિતિ છે. વિશેષ કહેશે...(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)
-
પ્રવચન નં. ૨૮૨ શ્લોક-૧૪૦, ગાથા-૨૦૪ રવિવાર, શ્રાવણ વદ ૫,
તા. ૧૨-૦૮-૧૯૭૯
‘સમયસાર’ કળશ-૧૪૦, ફરીને. આ અધિકાર નિર્જરાનો છે. જેને પહેલા સંવર થયો હોય. સંવર એટલે ચૈતન્ય જ્ઞાયક પૂર્ણ આનંદ સ્વરૂપ, તેની દૃષ્ટિપૂર્વક અનુભવ થયો હોય તો એમાં પહેલા સંવ૨ થયો. મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિનો સંવર થયો, રોકાઈ ગયો. પણ પછી નિર્જરામાં શું થાય છે? સંવરવંતને પણ નિર્જરા ક્યારે થાય છે? એ કહે છે. ‘-જ્ઞાયમાવ-નિર્મત્ર-મહાસ્વાદું સમાસાવયન્ આહાહા..! ઝીણી વાત છે, ભાઈ! ‘એક જ્ઞાયકભાવ...’ ‘ભગવાન એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો,..' અંતર જ્ઞાયકભાવના મહાસ્વાદથી પ્રભુ ભર્યો છે. તેની અંત૨માં એકાગ્રતા થઈને અંતરમાં વિશેષ સ્વાદને લેતો. આહાહા..! (એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી..)' આહાહા..! રાગનો સ્વાદ, કર્મચેતના, કર્મફળચેતના એ રાગનો સ્વાદ અને રાગનો અનુભવ તો અનંતવા૨ થયો. ઇ તો અનંતવા૨ થયો પણ એનાથી ભિન્ન, રાગના વિકલ્પથી ભગવાન શાયકભાવના સ્વાદથી ભરેલો પ્રભુ, રાગથી ભિન્ન છે. એમ જ્યારે પહેલા ભેદજ્ઞાન થાય છે પછી એ જ્ઞાયકભાવના સ્વભાવમાં વિશેષ એકાગ્ર થઈ. આહાહા..! એ આત્માનો સ્વાદ વિશેષ વ્યે છે ત્યારે અશુદ્ધતા અને કર્મની નિર્જરા થાય છે. એ અપવાસ કરે ને તપ કર્યાં માટે નિર્જરા