________________
૧૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આવેલા હોય. ત્રણ ગાઉ છેટે અને પોતાને પણ કાંઈક ખાવું હોય. તમારું અહીં મારે માટે લાવેલું અમને ખપે નહિ. અરે.! પણ મહારાજ! આ હલકા રોટલા અને છાશ લેશો ? દાળેય નહોતી, શાકેય નહોતું. રોટલા ને છાશ.
મુમુક્ષુ :- આપે તો કોક વાર તો રોટલો પાણીમાં બોળીને ખાધો.
ઉત્તર :- હા, તે શું કરે? છાશ ન મળે તો પાણીમાં ખાય. આ તો છાશ મળી. છાશ તો ત્યાં બહુ મળે. ગામડામાં છાશ સમજતે હૈં? મઠા. મઠો તો બહુ મળે. એ ક્ષત્રિયમાં, રજપૂતોમાં, કણબીમાં છાશ મળે. ચોખ્ખી છાશ ભરી હોય અને વ્હોરવા જાઈએ તો પધારો. પધારો. ઓહોહો...! મહારાજ લ્યો, લ્યો. છાશ લ્યો. પાંચ શેર, સાત શેર, દસ શેર છાશ લાવે. મઠા, રોટલા ને છાશ. બિંદુય પાણી મળે નહિ. એટલા પણ કેટલાક દિવસ કાઢ્યા છે. આહાહા.!
અહીં કહે છે, જેને આત્માનો સ્વાદ આવ્યો. આહાહા...! એની આગળ “(જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી) આહાહા.! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થાય છે તો એ સ્વાદની આગળ બીજો સ્વાદ ત્યાં આવતો નથી. આહાહા...! જુઓ આ નિર્જરાનો અધિકાર. હિમયે સ્વાવું વિધાતુન્ 18: ‘ઢંઢમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપશમિક જ્ઞાનના ભેદો.. આહાહા.! વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો સ્વાદ નહિ, દયા, દાન રાગનો સ્વાદ નહિ. અરે! ક્ષયોપમના ભેદ ક્ષયોપશમ, ગુણસ્થાનના ભેદ, એ ભેદનો પણ ત્યાં સ્વાદ નથી. આહાહા.! આવી વાતું હવે.
વર્ણાદિક એટલે રંગ, ગંધ, રસ, સ્પર્શ જડ. રાગાદિ એટલે વિકારી પરિણામ. ક્ષયોપશમ એટલે ભેદ. ગુણસ્થાન આદિના ભેદ અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ ક્ષયોપશમ. એ ક્ષાયોપથમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ છે. આહાહા...! ભગવાન આત્મા જ્યારે જ્ઞાનમાં એકાગ્ર થાય છે ત્યારે એ રંગ, ગંધ, રસનો તો સ્વાદ નથી, રાગાદિનો સ્વાદ તો નહિ પણ પર્યાયના ભેદનો પણ સ્વાદ નહિ. આહાહા.! એ ક્ષયોપશમ આદિની પર્યાય ભેદરૂપ, તેનો પણ સ્વાદ નહિ, ત્યાં લક્ષ નથી. આહાહા.! દૃષ્ટિ પડી છે ભગવાન આત્મા ઉપર, જ્યાં એકલી આનંદની ખાણ (છે), આહાહા.! અતીન્દ્રિય આનંદનું નિધાન (છે). તેમાં એકાગ્રતાના કાળમાં, વિકલ્પ હોય ત્યારે લબ્ધરૂપ સ્વાદ હોય છે પણ સ્વાદ તો હોય છે, પણ આ તો ઉપયોગ અંદર જામી જાય છે એની વાત છે. આહાહા...!
એ “ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ)...” આહાહા...! રાગ ઉપર લક્ષ નહિ, ભેદ ઉપર લક્ષ નહિ. આહાહા.! રંગ, ગંધ, સ્પર્શવાળું શરીર તરફ લક્ષ નહિ. રંગ વિનાનો રાગ એનું લક્ષ નહિ, પણ જ્ઞાનના ભેદો આદિનું પણ લક્ષ નહિ. આહાહા...! આવી વાત છે. કહો,
શાંતિભાઈ'. આમ બહારમાં લાખ રૂપિયા દઈએ તો જાણે ધર્મ થઈ જશે. રાગ મંદ હો (તો) પુણ્ય છે. આવી વાત. હમણાં લાખ લખાવ્યા ને લાખ રૂપિયા. “શાંતિભાઈ એ આ