________________
શ્લોક-૧૪૦
૧૬૩
૧૪).
(શાર્દૂનવિક્રીડિત) एकज्ञायकभावनिर्भरमहास्वादं
समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन किलैष सकलं ज्ञानं नयत्येकताम ||१४०।। આહાહા...! “વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે - ભગવાનઆત્મા આત્માનો આદર કરીને અનુભવ કરે છે. આહા.. ત્યારે આ પ્રકારે થાય છે. પૂર્ણાનંદના નાથનો, સ્વભાવનો આદર કરતા અને રાગનો આદર છોડતા શું થાય છે, તે કહે છે. આહા! “એક શાકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો... આહાહા...! જેને ચાર શેર ઘીનો પાયેલો મેસૂબનો સ્વાદ લીધો તેને લાલ જુવારના ફોતરાના રોટલા. લાલ જુવાર સમજો છો? લાલ જુવાર થાય છે, એના ફોતરા લાલ. લાલ ફોતરામાં મીઠાશ ન હોય. હજી આ જુવારના ધોળા ફોતરામાં મીઠાશ હોય. અમે તો બધું જોયું છે. (સંવત) ૧૯૭૬ની સાલમાં ‘વિરમગામના એક ગામડામાં હતા. આહાર વ્હોરવા ગયા તો વાણિયાનું કોઈ ઘર નહિ. લાલ ફોતરાના જુવારના રોટલા મળ્યા. ત્યાં શું કરે? ૧૯૭૬ની વાત છે.
મુમુક્ષુ :- આપે ખાધેલા?
ઉત્તર :- ખાધા, મળ્યા પછી ખાધા. ખાવાનું ઇ જ હતું, બીજું હતું નહિ. વાણિયાનું ઘર નહિ અને ગરીબ માણસો વસતા હતા. વિઠલગઢ” કે એવું કાંઈક નામ છે, “વિઠલગઢ'. ‘વિરમગામની આ બાજુ (છે). આ તો ૧૯૭૬ની વાત છે, ઘણા વર્ષ થઈ ગયા. ધોળી જુવારનો રોટલો અને ફોતરા એ તો મીઠા હોય. આ તો રાતા ફોતરાના જુવાર. એમાં ઘણો ભાગ ફોતરા. બિચારા ગરીબ માણસે રોટલા કરેલા. જઈએ તો પધારો, પધારો, પધારો મહારાજા (કહે). હોય ઈ આપે. (બીજું શું આપે?
મુમુક્ષુ :- . આખા ગામમાં.
ઉત્તર :- એ સાધારણ ગામ છે, સાધારણ ગામ. બહુ માણસો ઓછા. “વિઠલગઢ' છે, “વિઠલગઢ.’ ‘વિરમગામ થી ત્રણ ગાઉ છેટુ છે. ૧૯૭૬ની વાત છે. બધું ઘણું જોયું, ઘણું જાણ્યું. આહાહા...! એક ફેરી “પોરબંદર જતા'તા, ચોમાસુ હતું). (ત્યાં રસ્તામાં) એક ગામડું આવે છે. નામ ભૂલી ગયાં. એ ગામડામાં બધા અન્યમતિઓ સાધારણ. સાધારણ રોટલા અને સાધારણ દાળ. બીજું કાંઈ મળે નહિ. બપોરે બધા વાણિયા આવ્યા. ચોમાસે જાવું હતું ને એટલે બધા આવ્યા. કંઈક પાસે વસ્તુ ઊંચી, ઊંચી. ફલાણી, ફલાણી. ભઈ! એ લેવાય નહિ, કીધું. ત્યારે તો સખત ક્રિયા હતી ને જે રોટલા મળ્યા ને છાશ મળી એ બસ છે. એ નેમિદાસભાઈ ને બધા ગૃહસ્થો હતા, હરખચંદ શેઠ હતા. કાંઈક લઈને