________________
૧૬૨
શ્લોક-૧૪૦
(શાર્દૂલવિીડિત)
સમયસાર સિદ્ધિ ભાગ-૭
एकज्ञायकभावनिर्भरमहास्वादं
समासादयन्
स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन् ।
आत्मात्मानुभवानुभावविवशो
भ्रश्यद्विशेषोदयं सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम् ।।१४० ।।
વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે ઃશ્લોકાર્થ ::- [ પુર્વા-જ્ઞાયમાવ-નિર્મત-મહાસ્વાદું સમાસાવયન્ ] એક શાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [ દ્વન્દ્વમયં સ્વાયં વિધાતુમ્ અસદ: ] દ્વંદ્ગમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપશમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ), [ આત્મ-અનુમવ-અનુમાવ-વિવશ: સ્વાં વસ્તુવૃત્તિ વિવન્ ] આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને) જાણતો-આસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવનમાંથી બહાર નહિ આવતો) [ પુષ: આત્મા ] આ આત્મા [ વિશેષ-પ્રયં પ્રશ્યત્ ] જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, [ સામાન્ય નયન્ વિત ] સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, [ સનં જ્ઞાનં ] સકળ જ્ઞાનને [ તામ્ નતિ ] એકપણામાં લાવે છે-એકરૂપે પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ :- આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાનના વિશેષો શેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ શેયરૂપ થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ઘનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ઘનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. ૧૪૦.