________________
શ્લોક–૧૩૯
૧૬ ૧ છે. તમે અભિમાન કરતા હતા કે આ શરીર હજી સ્નાનમાં છે, બરાબર ચોખ્ખું નથી અને સ્થાનમાં બેસું ત્યારે બરાબર જોજો). ઇયળ પડી, ઇયળ. તારા ઘૂંકમાં, શરીરમાં કીડા પડ્યા છે. ઘૂંકા આહાહા...! એકદમ વૈરાગ્ય આવી ગયો, દીક્ષા લઈ લીધી. દીક્ષામાં ૭00 વર્ષ રોગ રહ્યો. આહાહા.!
અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ એની કાંઈ ખબરેય નથી. રોગ છે કે નહિ. એટલી સ્વરૂપમાં સાવધાની અને પર તરફની અસાવધાની. આહાહા...! મુનિરાજ કોને કહીએ? આહાહા...! જેની સ્વરૂપમાં રમણતાની જમાવટ જામી છે. આહાહા...! બરફની જેમ પાટ હોય એમ આનંદ અને શાંતિની પાટમાં એ પોઢ્યા છે. મુનિરાજ ત્યાં ઢળી ગયા છે. સમકિતી થોડા ઢળ્યા છે. આહાહા...! મુનિરાજ તો આખી આનંદની પાટમાં પોઢી ગયા છે. અતીન્દ્રિય આનંદના સ્વાદના સડકા (લ્યું છે), ઓડકાર પણ એનો. આહાહા..! એને મુનિ કહીએ. આહા...! અરે. બાપુ! હજી સમક્તિ કોને કહીએ? અને સમકિત હોય તો શું થાય? એની ખબરું નથી, એને મુનિપણા આવી જાય, ભાઈ! શું થાય? તને દુઃખ લાગે કે આ તે શું છે? બાપુ! માર્ગ આ છે, બાપુ! ભાઈ! આહાહા...!
એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે... આહાહા...! ભગવાનના આનંદના સ્વાદની આગળ, આ પદની આગળ રાગાદિ અપદ ભાસે છે. છે? “અપદસ્વરૂપ ભાસે છે...” આહાહા.! અરે. પ્રભુ! શું કરે છે આ? દુનિયા રાજી થાય, મને વખાણે ને આહા.! ભારે આવડે છે તમને, હોં! મરી ગયો છે એમાં. સમજાણું? પોતાને ભૂલીને બીજાને સમજાવવામાં એકલો દોરાય જાય અને બીજા રાજી થાય, નંબર આપે એમાં દાળિયા શું થયા? બાપા! વાણી જડ, રાગ ઉઠે છે એ ચૈતન્ય નહિ, જડ. અરે.! એના સ્વામીપણે રહીને, અપદમાં રહીને પદની વ્યાખ્યા કરે. આહાહા.! આકરું કામ, પ્રભુ!
અપદસ્વરૂપ ભાસે છે.” ભગવાનઆત્માના આનંદ સ્વભાવના નિજ પદ આગળ ચક્રવર્તીના રાજ અને ઇન્દ્રના ઇન્દ્રાસન અપદ ભાસે છે. આહાહા.! (કારણ કે તેઓ આકુળતામય છે' રાગાદિ બધા આકુળતા છે. આહાહા...! “(આપત્તિરૂપ છે). આપદા છે, આપદા. સંપદાની પાસે આપદા છે. આહાહા...! નિજ સંપદાના અનુભવ આગળ એ રાગ બધી આપદા છે. આહાહા! દુઃખ છે. બીજો શ્લોક આવ્યો?
અરે જીવા અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં તે ઘણાં દુઃખો સહન કર્યા–નરકાદિના ) ઘોરમાં ઘોર દુઃખોથી પણ તું સોંસરવટ નીકળી ગયો. પણ... વિરાધકભાવે, એકવાર જો આરાધકભાવે બધા દુઃખોથી સોંસરવટ નીકળી જા એટલે કે ગમે તેવી પ્રતિકૂળતા આવે તોપણ આરાધકભાવથી તું ડગે નહિ, તો ફરીને આ સંસારનું કોઈ દુઃખ તને ન આવે ને તારું સુખધામ તને પ્રાપ્ત થાય. આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી–૨૦૦૮)