________________
૧૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ 'અપવાનિ' વ્રતાદિના કહ્યા. વ્રતાદિ બધા અપદો છે. આહાહા..! એ વિકલ્પ છે ને. આહાહા..! જેની આગળ અન્ય (સર્વ) પદો...’ `અપવાનિ ‘અપદ જ ભાસે છે.’ આહાહા..! અન્ય પદ નામ રાગ, ભેદ આદિ એ અપદ ભાસે છે અને પોતાનું નિજ સ્વરૂપ તે પદ, સ્થાયી તે પદરૂપ ભાસે છે. આહાહા..!
ભાવાર્થ :– એક જ્ઞાન જ આત્માનું પદ છે.’ જાણવું.. જાણવું.. જાણવું.. જાણવું.. જાણવું જે સ્વભાવ એ આત્માનું પદ – સ્થાન છે. જાણવું.. જાણવું.. જાણવું.. જાણવું.. જાણવું.. ત્રણકાળ ત્રણલોકના પ્રમેયને પ્રમાણમાં જાણવું. આહાહા..! એ જાણવું તારું પદ છે. એક જ્ઞાન જ. જ્ઞાનમાં એક લીધું. અનેક જ્ઞાનના ભેદ નહિ. આહાહા..! મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ એવા ભેદ નહિ. આહાહા..! એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી...’ રાગની આપદા સ્વરૂપના અનુભવમાં પ્રવેશ પામતી નથી. આહાહા..! ભગવાન નિજપદના અનુભવમાં એ રાગ જે અપદ, આકુળતા, આપદા એ સંપદાના અનુભવમાં પ્રવેશતી નથી). નિજસંપદા... આહાહા..! નિજ સંપત્તિ, પોતાની ઋદ્ધિ, તેનો અનુભવ કરવામાં અપદનું સ્થાન નથી. આહાહા..! કહો, ‘હસમુખભાઈ’ આવું બધું સાંભળવામાં કાં નવરાશ ક્યાં આમાં (છે)? રૂપિયા, રૂપિયા ને પૈસા, આ ધંધા.
મુમુક્ષુ :– પહેલો નંબર આનો, બીજો નંબર રૂપિયાનો.
ઉત્તર :– બીજો નંબર એકેયનો નંબર જ નથી. આહાહા..! આ દેહનો વિલય થઈ જશે. આ જ ભવમાં દેહ એવી રીતે થશે કે તારું કાંઈ નહિ ચાલે એમાં. તરફડિયા મા૨શે, આમ થાશે. દૃષ્ટિ ત્યાં, સ્વભાવ ઉપર નહિ, આકુળતા.. આકુળતા અને એમાં રોગ ફાટે. આહા..! એક અંગુલમાં ૯૬ રોગ. ભગવાન ‘કુંદકુંદાચાર્ય’ ‘અષ્ટપાહુડ’માં કહે છે, પ્રભુ! એક અંગુલમાં ૯૬ રોગ તો આખા શરી૨માં કેટલા? એમ પૂછ્યું છે. પોતે કહ્યું નથી, પૂછ્યું છે. વિચાર તો કર તું. એક અંગુલના ભાગમાં તસુ, શરીરમાં એક તસુમાં ૯૬ રોગ. આખા શરીરમાં કેટલા? પ્રભુ! એ બધા ફાટે ત્યારે તારું શું થશે? તારો નાથ અંદર નિરોગ ભગવાન પડ્યો છે ને! આહાહા..!
મુમુક્ષુ :– ઇ તો જેને રોગ થાય એની વાત છે. અમે તો સાજા છીએ.
ઉત્તર :- અત્યારે સાજા (લાગે), અંદર કેટલા રોગ છે. સાધારણ રોગ તો એને ખ્યાલમાં
:
ન આવે. બહુ વિશેષ રોગ જ્યારે આવે ત્યારે ખ્યાલમાં આવે. આહાહા..!
‘સનતકુમાર’ ચક્રવર્તી આમ સ્નાન કરતા હતા અને બીજા કોઈએ આવીને જોયું તો ઓ..હો..! બહુ સુંદર રૂપ તમારું. ત્યારે ઇ કહે છે કે, અત્યારે નહિ પણ હું સ્નાન કરીને જ્યારે રાજગાદીએ બેસું, બરાબર શણગાર-બણગાર, કપડાં, ઝવેરાત ને હાર પહેરું) ત્યારે જોવા આવજો. દેવ આવ્યા, દેવ. ઇ જ્યારે બેઠા ત્યારે દેવે જોયું, દેવે આમ કર્યું, એ નહિ, એ શરી૨ નહિ. શું થયું તને? અંદર જીવાત પડી છે. થૂંકો. થૂંક નાખો, જીવાત થઈ ગઈ