________________
શ્લોક–૧૩૯
૧૫૯
આ તો આચાર્ય છે, “અમૃતચંદ્રાચાર્ય. એક જ આનંદકંદ પ્રભુ એ આસ્વાદવા લાયક છે. રાગાદિ દયા, દાન રાગનો સ્વાદ લેવા યોગ્ય નથી, એ આદર કરવા લાયક નથી. આહાહા...!
એક જ પદ આસ્વાદવાયોગ્ય છે.... આહાહા.! એકાંત થઈ ગયું. જ એ તો એકાંત થઈ ગયું. એ જ સમ્યક એકાંત છે. તે એક જ.” એમ છે ને પાઠ? “પમ્ વ હિ “પ્રમ્
વ’ નિશ્ચય “હિ એમ. ‘અમૃતચંદ્રાચાર્ય મુનિ હજાર વર્ષ પહેલા થયા. આહાહા...! ૨૦૩ ગાથાનો શ્લોક છે. સમજાણું? ૨૦૩ ગાથા. સમજાણું કાંઈ?
હમ્ વ દિ પમ્ વાદ્ય આહાહા..! એક જ, એક જ. આહાહા.! પ્રભુ! અનેકાંત તો કરો. આત્માનો સ્વાદ પણ લેવા યોગ્ય છે અને રાગ, વ્યવહાર કરવા લાયક છે એમ તો કહો, તો અનેકાંત થઈ જાય. એ અનેકાંત નહિ. એક જ સ્વાદ લેવા યોગ્ય છે અને બીજું નહિ, તેનું નામ અનેકાંત છે. આહાહા.! વ્યવહારથી પણ થાય છે, નિશ્ચયથી પણ થાય છે એ અનેકાંત નહિ. નિશ્ચયથી થાય છે અને વ્યવહારથી થતું નથી, એ અનેકાંત છે. આહાહા...! બહુ કામ આકરું. આખી પ્રથા ફેરવી નાખી. સમાજમાં સંપ્રદાય, એના અધિપતિઓએ આખી લાઇન ફેરવી નાખી. શેઠિયાઓએ પણ એ કબુલ કરીને એ પંથમાં ચાલ્યા. વ્યવહારથી લાભ થશે, રાગથી લાભ છે. આહાહા...! ભાઈ! એ ભાવ તો બધા આસ્વાદવા યોગ્ય નથી.
આ “એક જ પદ આસ્વાદવાયોગ્ય છે...” ત્રિકાળી, હોં! ત્રિકાળી. આસ્વાદવાયોગ્ય તો પર્યાય થઈ. પણ કોને આસ્વાદવા યોગ્ય છે? ત્રિકાળી જ્ઞાયક ભાવ આનંદનો નાથ પ્રભુ, એની એકાગ્રતા કરીને આસ્વાદવાયોગ્ય છે. ત્યાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે, નાથ! તને અતીન્દ્રિયનો સ્વાદ આવશે. એ સ્વાદ આગળ તને ઇન્દ્રના સુખ ઝેર જેવા લાગશે. આ
સ્ત્રી તો ધાનના ઢોકળા (છે). ધાન બે દિ ન ખાય તો આમ મોઢું થઈ જાય. એ તો ચામડા ને માંસ ને હાડકા. દેવના વૈક્રિયક શરીર, દેવીઓ... આહાહા.! એના ભોગ પણ આ સ્વાદની આગળ ઝેર લાગશે તને. આહાહા.! સમજાણું? આવી વાત છે. અરે રે! હિતની વાતને નિશ્ચયાભાસ કરીને કાઢી નાખી અને અહિતની વાતને અનેકાંતમાં નાખીને આદર કરી દીધો. આહાહા...!
અહીં આવ્યું હવે. જુઓ! [વિપામ્ પર્વ કે જે વિપત્તિઓનું અપદ છે. ભગવાનના અનુભવમાં વિપત્તિ નથી, વિપદા નથી, આકુળતા નથી, દુઃખ નથી. (અર્થાત્ જેમાં આપદાઓ
સ્થાન પામી શકતી નથી)...” ભગવાન અનાકુળ આનંદનો સ્વાદ લેવામાં આપદા સ્થાન પામતી નથી, આપદા બિલકુલ આવતી નથી. આહાહા.! વિપદી, રાગાદિ જે વિપદા એ આત્માની સંપદાના અનુભવમાં વિપદાનું સ્થાન છે નહિ. આહાહા...! (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શકતી નથી...... આહાહા..!
જેની આગળ...” [અન્યાનિ પહાનિ, કળશટીકા છે ને આ? “અધ્યાત્મ તરંગિણી'. એમાં