________________
શ્લોક–૧૪૦
૧૭૩ (અધિકાર)નો છેલ્લો (શ્લોક). (ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે....” એ તો ક્રીડા કરે છે, એ શબ્દ છે. “પરમનયા સાર્થમ્ બાર જેણે પરમ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રીડા શરૂ કરી છે...' મતિ-શ્રુત જ્ઞાન ઉત્પન્ન થયું એ કેવળજ્ઞાન સાથે ક્રીડા કરે છે. કેવળજ્ઞાન પ્રગટ કરવાનો ભાવ છે. આહાહા...! કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે. વર્તમાન કેવળજ્ઞાન તો પ્રત્યક્ષ છે નહિ પણ કેવળજ્ઞાનની પર્યાયની પ્રતીતિ થઈ ગઈ છે). (કારણ કે, મતિ-શ્રુત જ્ઞાન કેવળજ્ઞાનનો અવયવ છે. અવયવમાં અવયવીની પ્રતીતિ થઈ ગઈ છે પણ પરોક્ષ છે. આહાહા! શું કહ્યું?
ફરીથી, મતિ-શ્રુત જ્ઞાન જે છે તે અવયવ છે, પર્યાય (છે). કોનો અવયવ? કે, દ્રવ્યનો નહિ, કેવળજ્ઞાનની પર્યાયનો. કેવળજ્ઞાન પર્યાય અવયવી, મતિ-શ્રુત અવયવ. તો એ અવયવ અવયવીની સાથે પરોક્ષ ક્રીડા કરે છે. આહાહા! હવે આવું બધું ઝીણું આવ્યું. કહો, લક્ષ્મીચંદભાઈ’ આમાં “નાઈરોબીમાં ક્યાંય મળે એવું નથી. આહાહા...! આ તો પરમસત્ય (છે). આહાહા.! અહીં તો ફક્ત શુદ્ધનય, એ. સમજાણું?
અહીંયાં (૧૪૦ શ્લોકમાં) તો એ કહે છે ને? “આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી...” સમજાણું? “શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. વર્તમાન તો કેવળજ્ઞાન નથી પણ કેવળજ્ઞાન – અવયવીની પ્રતીતિ પર્યાયમાં આવી એટલો પરોક્ષ સ્વાદ આવ્યો. આહાહા...! “શ્રીમદ્દમાં ઈ આવે છે. સમ્યગ્દર્શનમાં કેવળજ્ઞાનની પ્રતીતિ એટલે કેવળજ્ઞાનની પ્રતીતિરૂપ કેવળજ્ઞાન પ્રગટ થયું. જે કેવળજ્ઞાન અંદરમાં હતું તેની પ્રતીતિ નહોતી એ પ્રતીતિ થઈ. એટલે શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન પ્રગટ થયું, એવા શબ્દો છે. શું કહ્યું? કેવળજ્ઞાનની પર્યાયની શ્રદ્ધા – સમ્યગ્દર્શન થયું તો ત્રિકાળીની શ્રદ્ધા થઈ તો તેમાં કેવળજ્ઞાનની શ્રદ્ધા આવી ગઈ. તો શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન પ્રગટ થયું. પહેલા જ્ઞાન, ત્રિકાળી જ્ઞાન હતું, એકલું જ્ઞાન હતું એવી પ્રતીતિ નહોતી, ત્યારે માત્ર જ્ઞાનસ્વરૂપ છે એવી પ્રતીતિ થઈ તો તેને કેવળજ્ઞાન શ્રદ્ધા અપેક્ષાએ પ્રગટ (થયું). કેવળ–એકલું જ્ઞાન શ્રદ્ધા અપેક્ષાએ પ્રગટ થયું. તો એમાં કેવળજ્ઞાન પણ અપેક્ષાએ–શ્રદ્ધા અપેક્ષાએ પ્રગટ થયું. આહાહા. ત્યારે શ્રદ્ધામાં આવ્યું કે આ ત્રિકાળી જ્ઞાયકનો ભાવ જ્યારે પૂર્ણ પર્યાયપણે પરિણમે છે એ કેવળજ્ઞાનની શ્રદ્ધા સમકિતમાં આવી. આહાહા...! ભારે આકરું. એ ૧૪૦ (શ્લોક) પૂરો થયો.