________________
શ્લોક-૧૪૬
૩૧૭
શ્લોક-૧૪૬ ઉપર પ્રવચન
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છે :
(સ્વાગતા) पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भत्वथ च रागवियोगात्
नूनमेति न परिग्रहभावम् ।।१४६ ।। ભાષા દેખો, ‘નિખર્મવિષાવા’ સમજાવવું છે તો શી રીતે સમજાવે? “પૂર્વવદ્ધ-નિનવર્ષ-વિપવિત’ વળી એક બાજુ કહેવું, પોતાને કર્મ નથી, રાગ નથી. પણ એને સમજાવવું છે. પરનું કર્મ નહિ પણ તારી પાસે પડ્યું છે એ કર્મ, ભાઈ! શું સમજાવવામાં કરવું? જ્ઞાનીને ધર્મનું ભાન થયું, ધર્મ–સમકિત પ્રગટ્યું, અનુભવ થયો છતાં ‘પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાક. અજ્ઞાનભાવે બંધાયેલા જે કર્મ એ અંદર વિપાક થઈને આવ્યા. આહાહા.! આવી વાતું હવે. આહાહા.! આ તો અમરાપુરીની વાતું છે. આહાહા...! સંસારપુરીની વાતું નથી આ. આહા...!
પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે જ્ઞાનીને પૂર્વે અજ્ઞાનભાવે જે કર્મ બંધાયેલા તેને અહીંયાં નિજકર્મ (કહ્યું). (નિજકર્મ) એટલે કોકના કર્મ નથી પણ એના ક્ષેત્રાવગાહમાં રહેલા કર્મ, એમ. અજ્ઞાનભાવે બંધાયેલા પૂર્વના. વર્તમાન જ્ઞાનીને તેનું ફળ આવે. પોતાના કર્મના વિપાકને લીધે....” “જ્ઞાનિન: યતિ ૩૧મોરાઃ મવતિ તત્ મવા આહાહા.! “જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો...આહાહા.! એને રાગ હો તો હો, ભલે સામગ્રી પણ હો તો હો. આહાહા.! ધર્મીને અંદર નબળાઈને લઈને રાગ આવે. ૯૬ હજાર સ્ત્રી હોય, લ્યો! આહાહા...! પૂર્વના પાકને લઈને રાગ આવે, કહે છે. આહા...! અને એ ઉપભોગ હોય. આહાહા...! એક કોર કહે કે, રાગનો ઉપભોગ જ્ઞાનીને નથી. અહીં કહે છે કે, રાગ એને આવે, એનો ઉપભોગ મલિનપણે હો, જ્ઞાતાપણે એને જાણે છે. મલિનનું વેદન છે. આહાહા...! નિર્જરાની બીજી ગાથામાં આવ્યું ને? ભાઈ! એમ કે, જ્ઞાનીને પણ કર્મનો ભાવ સુખ-દુઃખપણે થાય છે પણ ખરી જાય છે. બીજી ગાથામાં આવે છે. પહેલી ગાથામાં દ્રવ્યનિર્જરા (કહી), બીજી ગાથામાં ભાવનિર્જરા (કહી). એટલે કે કર્મનો પાક આવે અને અંદર સુખ-દુઃખની કલ્પના તો થાય પણ એ કલ્પના ખરી જાય છે. આહાહા...! ભારે વાતું, બાપુ! ઓહોહો...! “ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા ‘સમયસારની સ્તુતિ આવે છે ને? “ગ્રંથાધિરાજ તારામાં.