________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ઓલા ‘કલ્પસૂત્ર’ને કહે છે. ‘ભદ્રબાહુસ્વામી’એ ‘કલ્પસૂત્ર’ બનાવ્યું અને એની પ્રતિજ્ઞા લ્યે. ‘કલ્પસૂત્ર’ લાવ્યા હતા ને ભાઈ હમણાં? ‘કલ્પસૂત્ર’ના વખાણ લાવ્યા હતા. ‘ભદ્રબાહુસ્વામી’એ બનાવ્યું છે. બધી ખબર છે, ભાઈ! પ્રભુ! હૈં? બધી કલ્પના. શું કરે? પ્રભુ! એને દુઃખ થાય. ૪૫ શાસ્ત્રો કલ્પિત બનાવ્યા છે ત્યાં વળી... આહાહા..! મુનિને કપડાં લેવા ને એ કપડાં ધોવા.. હેં? આમ કરવું. એવો પાઠ આવે છે. એક નિશિતસૂત્ર’ છે. બધું મોઢે કરેલું, એમાં આવું બધું આવે. કપડાં ધોવા ને સૂકવવા એને આમ કરવું. અરે..! હૈં? અરે.. પ્રભુ! કપડાં કેવા મુનિને? અંદર જ્યાં આનંદનો નાથ જાગીને ઊઠ્યો ને વીતરાગભાવનું આલંબન જ્યાં (આવ્યું), આહાહા..! એને કપડાના ટૂકડાના આલંબનનો રાગ ક્યાંથી આવ્યો? આહાહા..! ગૃહસ્થીમાં હોય છે. ધર્મીનું ભાન હોવા છતાં તેને રાગ હોય છે પણ એ રાગને ખરેખર તો હેયપણે જાણીને એ જ્ઞાયક (રહે) છે. આહાહા..! આવી શરતું આકરી બહુ, બાપુ! પૂર્વ બંધાયેલા પોતાના...’ ‘નિન’ છે ને? નિખ’. પોતે એટલે પૂર્વે શુભઅશુભભાવ કરેલો એમાંથી બંધાયેલા કર્મ. (તેના) વિપાકને લીધે જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો' આહાહા..! એ તો એક જ્ઞાન કરાવે છે, હોં! એવો રાગનો ઉપભોગ હો તો હો. સામગ્રીનો પણ ઉપભોગ હો તો હો. આહાહા..! પરંતુ રાગના વિયોગને લીધે... પોતાપણાની માન્યતાના અભાવને લીધે, એ મારું છે એમ નથી. આહાહા..! સર્પને પકડ્યો હોય છે એ છોડવા માટે. પકડે છે ને આમ? સાણસો ન હોય તો એકદમ હાથે પકડવો પડે. હોશિયાર માણસ હોય તો આમ કરીને ઊંચો કરી નાખે. ઝેર કરી ન શકે. પણ એ પકડ્યો છે એ છોડવા માટે. એમ જ્ઞાનીને રાગ આવે તે છોડવા માટે છે, રાખવા માટે નથી. આહાહા..! સમજાણું કાંઈ?
‘જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, પરંતુ...’ તેના આદર નામ રાગના વિયોગને લીધે...’ એને આદરનો વિયોગ છે, એનો આદર નથી. આહાહા..! ‘રાગના વિયોગને લીધે...’ આહાહા..! એટલે કે તે મારો છે તેવા ભાવના અભાવને લીધે. આહાહા..! ખરેખર...’ ‘નૂનમ્ ’ છે ને? ‘નૂનમ્ ’ એટલે નિશ્ચય. નિશ્ચયથી-ખરેખર તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.’ એ રાગનો અને સંયોગી ચીજનો તે પરિગ્રહ પોતાપણું છે એમ પામતો નથી. આહાહા..! જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે, એમ કહ્યું છે ને? ઇ તો કઈ અપેક્ષાએ? ભોગ છે તે રાગ છે, દુઃખ છે. એટલી દશા પણ દુ:ખ છે. પણ દૃષ્ટિના જોરમાં એનો આદર નથી, તેનો પ્રેમ નથી અને આવી ગયો છે તેથી એને ભોગને નિર્જરા કીધી. જો ભોગની નિર્જરા હોય તો પછી ભોગ છોડીને ચારિત્ર લેવું એ તો રહેતું નથી. હેં? તો ભોગ ભોગમાં જ રહ્યા કરે. એમ નથી, બાપુ! કઈ અપેક્ષાએ કહ્યું? એને દૃષ્ટિના જોરમાં એનો આદર નથી, સ્વીકાર નથી એથી એને ભોગ નિર્જરાનું કારણ કહ્યું. બાકી જેટલો ભોગ છે એટલો તો રાગ છે ને એટલું તો બંધન છે. જ્ઞાનીને એટલો રાગ અને બંધન છે. આહાહા..! એમ કરી નાખે
૩૧૮