________________
૩૧૯
શ્લોક–૧૪૬ કે એને કાંઈ રાગ નથી, તો તો વીતરાગ થઈ ગયેલો હોય. આહાહા...!
અહીં તો જ્ઞાનીને “૩૫મો : મવતિ તત્ મવતુ હો તો હો, એમ કહે છે. છે ને? ઈ તો જ્ઞાન કરાવ્યું છે. ભોગ હો, એમ સ્વીકાર કરાવવો છે? એને હોય છે, એ જાણવા લાયક છે. પણ મારાપણાના ભાવના અભાવને લીધે ખરેખર તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.” નિશ્ચયથી તે રાગ અને બાહ્ય સામગ્રી મારી છે તેવો ભાવ હોતો નથી. આહાહા...!
છે તો આપણે આવી ગયું ને, પહેલું? મુનિનું. અશાતાના ઉદયને લઈને ક્ષુધા થાય છે, વીર્યંતરાય કર્મને લઈને સહન થતું નથી, ચારિત્રમોહને લઈને ઇચ્છા થાય છે પણ તે ત્રણે હેય, રોગ સમાન છે. એમ આવ્યું ને? આહાહા.. જ્ઞાનીને રાગ તે રોગ સમાન છે. આહા! આવી ગયું ને પહેલું? રોગ સમાન છે, મટાડવા ચાહે છે, ઇચ્છા પ્રત્યેની ઇચ્છા જ્ઞાનીને નથી. મારી આ ઈચ્છા સદા રહો એમ ભાવ છે એને? ત્રણ લોકનો નાથ સદા રહો મારા અનુભવમાં, એમ છે. આહાહા.. એ છેલ્લે આવે છે ને? ભવિષ્યની આવલીકાઓ મારા અનુભવમાં રહો. આહાહા.! છેલ્લે શ્લોક આવે છે. મારો પ્રભુ અનુભવું એ અનુભવમાં સદા સાદિઅનંત રહું પણ રાગની ભાવના એને હોતી નથી. આહાહા...! અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું નથી. આહા...! માટે ઇચ્છાનો જ્ઞાયક છે. એમ આ ઉપભોગના રાગનો પણ, સામગ્રીનો પણ એ જ્ઞાયક-જાણનારો છે. મને સામગ્રીઓ મળી, ૯૬ હજાર સ્ત્રી ને આ ઇન્દ્રપદ (મળ્યા), એમ એ માનતો નથી. આહાહા.! ઇન્દ્ર સમકિતી છે. શકરેન્દ્ર એકાવનારી છે. મનુષ્ય થઈને મોક્ષ જનાર છે. કરોડો અપ્સરાઓ છે. એ મારા નથી, મારા નથી. રાગ નબળાઈને લઈને આવે છે પણ એ મારું સ્વરૂપ નથી. આહાહા...!
ભાવાર્થ – પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય. ધર્મીને પણ ચક્રવર્તીનું રાજ મળે. આહાહા...! ઇન્દ્રપદ મળે. તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે...” આહાહા.ઇ મારા છે, એવા અજ્ઞાનભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે.” તો તે સામગ્રી અને સામગ્રીનો ભાવ રાગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી.” એ રાગનું મારાપણું દૃષ્ટિમાંથી જેને છૂટી ગયું છે. આહાહા..! ચક્રવર્તીને. આહા.! સ્ફટિક રત્નના તો જેને મહેલ હોય, મકાનો સ્ફટિક રત્નના, હોં! એક સ્ફટિકની કરોડોની કિમત), આ લાદી છે ઈ સ્ફટિકની લાદી એને હોય છે. પૂર્વના પુણ્યને લઈને આવે, કહે છે, હો. અને તેના તરફનો જરી રાગ હોય તો હો, પણ આદર નથી. આહાહા...! આવી વાતું. આહા...!
આ “નૌઆખલીમાં ન થયું? મુસલમાનો. માતા ચાલીસ વર્ષની, વીસ વર્ષનો જુવાન છોકરો. એને નાગા કરીને એને ભેટાવે, આમ. એ છોકરા ને માને શું થાતું હશે? દેખાવ તો આમ થાય છે. અરે. જમીન જો માર્ગ આપે તો સમાઈ જઈએ પણ આ અમે જોઈ નહિ શકીએ. દીકરાની ઇન્દ્રિય ન જોઈ શકીએ, માની ઇન્દ્રિય ન જોઈ શકીએ. આહાહા...!