________________
૩૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એમ જ્ઞાનીને રાગ અને પર સામગ્રી આવે પણ એ મારી છે એમ ન જોઈ શકીએ. આહાહા...! અમારી નજરું ત્યાંથી ઊઠી ગઈ છે. આહાહા...! “નૌઆખલીમાં થયું હતું. ગાંધીજી' ગયા હતા. મુસલમાનો બહુ કરતા. બે સગા ભાઈ-બહેનને નાગા કરીને ભેટો કરાવે એકબીજાને. અર..અંદરથી ત્રાસ. ત્રાસ... એમ કહે છે કે, અહીંયાં ઉપભોગ મળ્યો અને રાગ થયો તો એનો એને ત્રાસ છે. એમાં એને ખેદ છે, દુઃખ છે. આહાહા...!
“અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી.” એટલે કે રાગ મારો છે તેવો ભાવ નથી. મારો તો વીતરાગ સ્વભાવ તે મારો છે. આહાહા...! તે જાણે છે કે જે પૂર્વે બાધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું...... આહા...! એમાં એને રસ નથી. રસ એટલે કે એકાકાર થવું એમ નથી. રસની વ્યાખ્યા ઇ છે. સ્વરૂપમાં એકાકાર છે ઇ જ્ઞાનનો–આત્માનો રસ છે. રાગમાં એકાકાર નથી એટલે એનો રસ નથી. પહેલા અધ્યાયમાં આવે છે, “સમયસારમાં નવ રસની વ્યાખ્યા શરૂઆતમાં આવે છે ને? ત્યાં રસ એટલે શું? એનો અર્થ કર્યો છે ત્યાં. પહેલા શરૂઆતમાં. એકાકાર થવું. જ્ઞાનીને આત્માના આનંદનો રસ છે, રાગનો રસ છે નહિ. આવે છે, હોય છે. આહાહા...! માલિકીપણું નથી. આહાહા.! પૂર્વ બાંધ્યું હતું તે ખરી ગયું.
હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી.” આહાહા...! આવું રહેજો, રાગ અને આ સામગ્રી મળજો એવી ભવિષ્યની ભાવના ભગવાન આત્માને ન હોય. આહાહા...! ધર્મી આત્મા. “આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. આ વર્તમાનની વાત કરી. આહાહા...! “આ રીતે જ્ઞાનીને રાગરૂપ...' વર્તમાન રાગ અને વર્તમાન સામગ્રી, તેની ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. હવે એ વર્તમાન નથી એમ ત્રણે કાળે નથી, એ વાતની ગાથા કહેશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
દુનિયા મારા માટે શું માનશે? આ માણસ સાવ નમાલો છે, કાંઈ બોલતાં ય આવડતું નથી, અંદર ને અંદરમાં પડ્યો રહે છે–એમ લોકો ગમે તે બોલે, તેની તને શી પડી છે ? લોકો મને પ્રશંસે, લોકોમાં હું બહાર આવું એવી બુદ્ધિવાળો જીવ તો બહિરાત્મા–મિથ્યાદૃષ્ટિ છે. માટે લોકોનો ભય ત્યાગી દે, ઢીલાશ છોડી દે અને અંતર્મુખ સ્વભાવનો દઢ પુરુષાર્થ કર.
આત્મધર્મ અંક–૫, જાન્યુઆરી-૨૦૦૮