________________
૩૧૬,
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કર્તા, પર્યાય કર્મ, પર્યાય સાધન, પર્યાય સંપ્રદાન, પોતે કરીને પોતે રાખી, પર્યાયથી પર્યાય થઈ ને પર્યાયને આધારે પર્યાય થઈ. આહાહા...! દ્રવ્યને આધારે નહિ, દ્રવ્યથી નહિ. આહાહા.! તો પરની તો વાત ક્યાં કરવી? પ્રભુ! એવું એ પર્યાયનું સત્ અહેતુક, આહાહા.! એ અહીં કહે છે. “સર્વ પરભાવોને હેય જાણે છે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.’ હેય જાણે તેને પામવું ને મેળવું એવી ઇચ્છા ક્યાંથી હોય)?
છઠ્ઠ
( શ્લોક-૧૪૬
(સ્વાગતા). पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्रत्वथ च रागवियोगात् नूनमेति न परिग्रहभावम् ।।१४६।।
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છે :
શ્લોકાર્ધ :- [ પૂર્વવદ્ધનિન-વર્ષ-વિષાવત્ ] પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે [ જ્ઞાનિનઃ રિ ૩૫મો : મવતિ તત્ મવત ] જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, [ કથ ] પરંતુ [ રઢિયો ] રાગના વિયોગને લીધે અભાવને લીધે) [ નૂનમ્] ખરેખર [ પરિપ્રદમાવત્ તિ ] તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
ભાવાર્થ :- પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૬.