________________
ગાથા-૨૧૪
૩૧૫
મારા નહિ. આહાહા..! દૃષ્ટિ ઉઠી ગઈ. હૈં? દૃષ્ટિએ પ૨ને મારાને મારી નાખ્યા. આહાહા..! અને પોતાના મારાપણાનો જ્યાં સ્વીકાર, અનુભવ થયો.. આહાહા..! ૫૨નું મારાપણું જેની દૃષ્ટિમાં રહ્યું નહિ. અરે..! આવી વાત. દેવચંદજી’ નાખે પાછુ, ભગવાનનું આલંબન છે, ભગવાનના નિમિત્તે ઉપાદાનની જાગૃતિ થાય. બધી વાતું કરી કરીને ઇ નાખે. બાપુ! આ નથી. અહીંયાં તો જે ભાવ આવે એનો પણ અંદર આદર નથી, નિશ્ચયથી આદર નથી, વ્યવહારે આવે. આહાહા..! પદ્મનંદિ પંચવિંશતી'માં તો લીધું છે, વ્યવહારનય વ્યવહારે પૂજ્ય છે. આહા..! પણ એની મર્યાદા છે), હોં! નિશ્ચય તો ભગવાનઆત્મા પૂજવાને લાયક છે. આહાહા..! પણ જ્યાં સુધી વીતરાગતા ન આવે ત્યાં સુધી દૃષ્ટિમાં પૂર્ણનો સ્વીકાર હોવા છતાં પર્યાયમાં કમજોરીને લઈને રાગ આવે. આહાહા..! એ ભગવાનની પૂજા, ભક્તિનો રાગ હોય છતાં તેને હેય તરીકે જાણે. આહાહા..! સમજાણું કાંઈ?
પુણ્ય, પાપ આદિ સર્વ અન્યભાવોનો જ્ઞાનીને......’ સર્વ અન્યભાવોનો. આહાહા..! સર્વશ સ્વભાવી ભગવાન જ્યાં હાથ આવ્યો, સર્વજ્ઞ સ્વભાવી કહો કે પૂર્ણ જ્ઞાન સ્વભાવી કહો, પૂર્ણ આનંદ સ્વભાવી કહો. આહાહા..! પૂરા સ્વભાવનો નાથ અનંત પૂર્ણ પ્રભુ.. આહાહા..! એને સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે...' જોયું? આવે, હોય પણ હેય જાણે છે. હેય તરીકે શેય છે, પ્રભુ ઉપાદેય તરીકે જ્ઞેય છે. જાણવા લાયક તો બેય છે પણ આ ઉપાદેય તરીકે શેય છે, રાગ હેય તરીકે શેય છે. આહાહા..! ઓલામાં આવે છે ને? ઉપદેશક પણ એવા.. નથી આવતું? શું કરે જીવ વિન? બહુ ક્રિયારુચિ જીવડા’, ‘ક્રિયારુચિ જીવડા’ બહારની. પુણ્ય ને દયા, દાન. આહાહા..! ઉપદેશક પણ તેહવા, શું કરે જીવ નવિન” બિચારો શું કરે વિન?
મુમુક્ષુ :- ઘણું કરીને દેવચંદજી’નું છે.
ઉત્તર ઃ- દેવચંદજી’નું છે. પાછું એ કહે કે, નિમિત્તથી જ ઉપાદાન જાગે.
અહીં તો કહે છે, ઉપાદાન પોતે પોતાથી શુદ્ધ ઉપાદાન જાગે. જેને પરનું કોઈ આલંબન જ નથી. આહાહા..! આવો માર્ગ છે), ભાઈ! પરાધીનપણાની વસ્તુ કેવી એમાં? સ્વતંત્રતાનો નાથ, કર્તા ગુણે ભરેલો, કર્તા ગુણથી પણ પૂર્ણ ભરેલો. આહાહા..! અકાર્યકા૨ણભાવથી પણ પૂર્ણ ભરેલો. જેને રાગનું કારણ નહિ અને રાગનું કાર્ય નહિ. આહાહા..! એવો પૂર્ણાનંદનો નાથ અકાર્યકારણ શક્તિથી પૂર્ણ ભરેલો છે. આહાહા..! જેને ૫૨નું કા૨ણ નથી અને પરનું પોતે કાર્ય નથી. આહાહા..! નિશ્ચયથી તો નિર્મળ પર્યાય ષટ્કારકે પોતાથી પરિણમે છે એને કા૨ણ ને ૫૨કા૨કની ફા૨કની કોઈ જરૂ૨ નથી, એમ કહે છે. આહા..! જેને નિર્મળ પરિણતિ ષટ્કા૨કે પરિણમે છે એને દ્રવ્યની પણ જ્યાં અપેક્ષા નથી તેને પરની અપેક્ષા કચાંથી લાવવી? આહાહા..!
નિર્મળ સમ્યગ્દર્શન, જ્ઞાનની પર્યાયપણે પરિણમતો પ્રભુ, ષટ્કારકપણે, હોં! ઇ પર્યાય