________________
૩૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ વિજ્ઞાનઘન આત્મા ઉપર સન્મુખતા છે તેથી તેને અનુભવે છે એમ કહેવામાં આવે છે. આહાહા.! બહુ સરસ ગાથા! આહાહા.! “નિયત, નિરાલંબ' શબ્દ પડ્યો છે. આહાહા.! પ્રભુ! તું નિશ્ચયથી પરથી નિરાલંબી ચીજ છો. આહાહા...! તો પછી આવી બધી વાત કરવી હોય તો પછી આ મૂર્તિ ને પૂજા ને ઈ શું? બાપુ! ભાઈ! અનેકાંત માર્ગ છે, સમજ. એવો ભાવ વીતરાગ ન હોય ત્યાં સુધી આવે. એને ઊડાવી જ ધે કે મૂર્તિ ને પૂજા નથી, એ દષ્ટિ વિરુદ્ધ છે. સમજાય છે કાંઈ? અને તે મૂર્તિ અને મૂર્તિપૂજામાં ધર્મ છે, એ દૃષ્ટિ ખોટી છે. આહાહા.! સમજાય છે કાંઈ? આવો માર્ગ. એક કોર કહે કે કોઈનું આલંબન નથી. વળી પાછું મૂર્તિ ને દેવ, નવ દેવ. એ તો શુભભાવ આવે છે, વીતરાગતા ન હોય, પૂર્ણ વીતરાગતા ન હોય તો અંતર વીતરાગ દશા તો પ્રગટી છે પણ પૂર્ણ વીતરાગતા ન હોય એટલે રાગ આવે, વ્યવહાર આવે અને એ વ્યવહારમાં પરનું, નિમિત્તનું લક્ષ જાય. આહાહા.! પણ પરમાર્થે અંદરમાં વ્યવહાર ને નિમિત્તનો આશ્રય નથી. આહાહા.! આવી વાતું છે.
“નિયત ટંકોત્કીર્ણ.' નિશ્ચય શાશ્વત વસ્તુ પ્રભુ. છે, છે, છે એવો ધ્રુવ ભગવાન શાશ્વત વસ્તુ. એવા જ્ઞાયકભાવે રહેતો. આહાહા...! એ છે તો પર્યાય. જ્ઞાયકભાવ ત્રિકાળ છે એ પર્યાયમાં જ્ઞાયકભાવે રહેતો, એમ. સમજાય છે? “સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.” ઓહોહો...! ગાથા તો ગજબ છે. “બાળ-માવો ળિયલો ખીરાહ્નવો’ અને ‘સવ્વસ્થ”. આહાહા...! સર્વત્ર અત્યંત નિરાલંબ... આહાહા...! પરથી, રાગથી ને નિમિત્તથી મને લાભ થશે, એ દૃષ્ટિ છૂટી ગઈ છે. છતાં પર્યાયમાં કમજોરીને લઈને શુભરાગ આવે અને તે રાગમાં લક્ષ પ્રતિમા, ભગવાન, દેવ-ગુરુ-શાસ્ત્રને કહ્યું હતું ને? ચાર ઉપકરણ છે. મુનિને પણ નગ્નપણું એક ઉપકરણ છે. ઉપકરણ, હોં! ધર્મ નહિ. બાહ્ય નિમિત્ત. આહાહા...! નગ્નપણું એ બાહ્ય ઉપકરણ છે, અંતર (ઉપકરણ) નહિ. એને ગુરુવચન પણ એક બાહ્ય ઉપકરણ છે. આહાહા...! અને આહાહા...! વિનય એક ઉપકરણ છે. દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય ઉપકરણ છે, રાગ છે. પર ઉપકરણ છે. અને સૂત્ર અધ્યયન. શાસ્ત્રનું અધ્યયન કરવું એ પણ એક ઉપકરણ છે. આહાહા..! ત્રણલોકના નાથને ભૂલીને અંદરમાં ન જતાં સૂત્રનું અધ્યયન કરે. આહાહા...! આવી વાતું છે. એક બાજુ કહે કે, આગમનો અભ્યાસ કરવો, તારું કલ્યાણ થશે. એ કઈ અપેક્ષા? એના સ્વલક્ષે આગમનો અભ્યાસ હોવો જોઈએ. ભગવાન શું કહે છે? કારણે સાધુ આગમચક્ષુ કહ્યા છે. સિદ્ધાંતમાં સંતોને આગમચક્ષુ – આગમ જેની આંખ્યું છે. ભગવાન શું કહે છે એવું એના જ્ઞાનમાં તરવરે છે. આહાહા.! સર્વચક્ષુ સિદ્ધ, આગમચક્ષુ સાધુ, અવધિચક્ષુ દેવ. આહાહા.!
ભાવાર્થ – પહેલું પુણ્ય આવ્યું હતું ને? પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને...” મારા છે એવો ભાવ નથી. મારા તો મારી પાસે છે, મારા તો મારી પાસે છે, આ મારા નહિ. આહાહા.! મારા તો ભગવાન આનંદનો નાથ એ મારો મારામાં છે. આ