________________
ગાથા૨૧૪
૩૧૩ જેને ભગવાનના તળિયાં હાથ આવ્યા, જેના પાતાળના... આહાહા.! અનંત ગુણથી ભરેલો ધ્રુવ જે પાતાળ. પર્યાયની અપેક્ષાએ એનું ધ્રુવ પાતાળ છે. આહાહા.! સમજાણું કાંઈ? આહાહા.! એવા ભગવાનને જેણે અનુભવ્યો, જાણ્યો અને એનો પરિગ્રહ એટલે આ જ્ઞાયક તે જ હું એવો જેને પરિગ્રહ થયો. એ આવી ગયું, નિર્જરામાં. જ્ઞાયક, જ્ઞાનીને જ્ઞાયકનો પરિગ્રહ છે. આહાહા...!
‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો,... આહાહા! જાણનાર. જાણનાર. જાણનાર... જાણનાર. જાણનાર સ્વભાવ જાણનાર, પર્યાયમાં જાણનાર. આહાહા.! એમ જાણનારપણે રહેતો પ્રભુ... આહાહા...! “સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. આહાહા.! વ્યક્તપણામાંપર્યાયમાં એ નહોતો, હવે સાક્ષાત્ થઈ ગયો. અનુભવમાં એ પ્રત્યક્ષ સાક્ષાત્ થઈ ગયો. આહાહા..! ચૈતન્યના આનંદનો રસકંદ પ્રભુ, સાક્ષાત્ વિજ્ઞાનઘન. એ વિજ્ઞાનઘન થયો, પર્યાયમાં, હોં! એવા વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. એ પર્યાયમાં વિજ્ઞાનઘન થયો પણ મૂળ વિજ્ઞાનઘન છે. છે ને અનુભવે છે. આહાહા.! અહીં તો એમ ન કહ્યું કે, પરને અનુભવે છે તો નહિ, રાગને અનુભવે છે તો નહિ, પર્યાયને અનુભવે છે તો નહિ. આ વાત. આહાહા...! એ ત્રણલોકના નાથના માર્ગમાં વાત છે, બીજે ક્યાંય આ છે નહિ. એવો પ્રભુ અંદર છે એને પામર તરીકે સ્વીકાર્યો છે ને! આહાહા...! ભિખારાવેડા કર્યા છે એણે. અહીંથી મને સુખ મળશે, અહીંથી મને સુખ મળશે, અહીંથી મને સુખ મળશે. અરે.! બાદશાહ ચક્રવર્તી. આહાહા.!
એક દાખલો આવે છે. ચક્રવર્તીને ઘરે એક બહુ સારી વાઘરણ આવી. એમ કહે, આ દાખલો (છે). ચક્રવર્તીને તો એવી ન હોય પણ મોટો રાજા અને વાઘરણ રાખી. પણ વાઘરણને ટેવ ઓલી કે દાતણ નાખીને રોટલી લેવી. એ હંમેશાં. શું કહેવાય એ? ગોખલું.. ગોખલું. થોડા દાતણ ત્યે અને અંદર રોટલી મૂકે. દાતણ અને રોટલી. આવી ટેવ. સારા રાજાને ઘરે આવી તોય આ ટેવ રહી. આહાહા.! એમ ભગવાન આત્મા પરમાનંદનો નાથ એને હાથ ન આવ્યો અને શુભભાવમાં આવ્યો એમાં એણે ભિખારાવેડા કર્યા. આ પૈસા લાવો ને બાયડી લાવો, છોકરા લાવો, અનુકૂળ લાવો, આબરુ લાવો. શેના પ્રભુ તું માગે છે? પ્રભુ! તારામાં શું પૂરાપણાની ખોટ છે? આહાહા...! એ તો કહ્યું, “પ્રભુ મેરે તુમ સબ ભાવે પૂરા વાતે પૂરા ન કીધું, ભાવે પૂરા. આહાહા...!
એ અહીં કીધું ને? “સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્મા...” આવો જે પ્રભુ સાક્ષાત્ વિજ્ઞાનઘન છે તેને સમકિતી ધર્મી અનુભવે છે. આહાહા...! એ આનંદની લહેરના, આનંદના ઘૂંટડા ભે છે, કહે છે. આનંદનો નાથ ભગવાન આનંદથી ભરેલો, એની સામું જોતા તેની પર્યાયમાં આનંદ આવે છે, કહે છે. આહાહા! એ પર્યાયને વિજ્ઞાનઘન આત્માને એ અનુભવે છે. આત્માને અનુભવે છે. એનો અર્થ કે ત્રિકાળને અનુભવે છે, અનુભવ તો પર્યાયનો છે પણ