________________
૩૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ભાવમાંથી ભગવાનઆત્મા તો અત્યંત નિરાલંબી છે. અરે.રે...! આવી વાતું.
‘સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને...” પાઠ છે ને? આહાહા.! “છિદ્દે ગાળી નાળામાવો ળિયો જીરાનંવો છે ને પાઠમાં? નિશ્ચયથી નિરાલંબી છે. આહાહા... જેને ત્રણલોકના નાથ, પૂર્ણાનંદ પ્રભુ આત્મા, એનું જેને આલંબન આવ્યું હવે બીજા આલંબનનું શું (કામ) છે? આહાહા.! નિશ્ચયથી તો પરનું આલંબન એને એકેય છે જ નહિ. આહાહા.!
મુમુક્ષુ :- આલંબન આપી શકે છે?
ઉત્તર :- આલંબન આપતું નથી પણ લેવા જાય છે ને અહીં? આ મને આલંબન મળે છે, મને આલંબન છે. એ ક્યાં આલંબન (છે)? એ તો જોય છે. એ તો જ્ઞાનમાં જણાવા લાયક જોય છે. પરવસ્તુ ચાહે તો પરમાત્મા ને ચાહે તો મૂર્તિ હો ને ચાહે તો મંદિર હો. આહાહા...! નવ દેવ નથી કહ્યા? જિનભવન દેવ, જિનવાણી દેવ, જિનધર્મ દેવ. આહાહા...! છે ને? જિનભવન, જિનપ્રતિમા, જિનવાણી, જિનધર્મ–ચાર અને પાંચ પરમેષ્ઠી. નવ દેવ કહ્યા છે. પણ એ દેવનું આલંબન પણ નિશ્ચયમાં નથી. વ્યવહારનો જ્યારે વિકલ્પ ઉઠે છે ત્યારે તે નવ દેવની ભક્તિ ને વિનય એને હોય છે. પણ છતાં તે ભાવની એને પક્કડ નથી. આહાહા...! એ ભાવ મારો છે, એવું જ્ઞાનીને નથી, પ્રભુ! ભારે ઝીણી વાત, પ્રભુ! આહાહા...! - તારી પ્રભુતાની વાતું કરતા પ્રભુ કહી શક્યા નથી. આહાહા.! એવો મહાપ્રભુ અનંત અનંત ગુણે પૂરો પ્રભુ! ભાઈ! ક્ષેત્રમાં શરીર પ્રમાણે છે) માટે નાનો છે, એમ નહિ. અને એ અરૂપી છે માટે એ નાનો છે એમ નહિ. આહાહા...! એનું કદ અસંખ્ય પ્રદેશ છે પણ અનંત અનંત ભાવનું કદ તો અનંત છે. આહાહા.! એ અનંત કદ, દળનો પિંડ છે એ તો. આહાહા...! જેમ બરફની પાટ હોય છે ને, પચાસ-પચાસ મણની, મુંબઈમાં. એમ આ અનંત ગુણની મહાપાટ છે, શાંતપાટ છે, શાંતપાટ છે. વીતરાગભાવની પાટ છે એ તો. આહાહા.! અરે.. એવો આત્મા એણે સાંભળ્યો નથી. એને આત્મા આવો છે એની એને મહિમા આવતી નથી અને ધર્મને નામે બહારથી ક્રિયા) કરીને માને અમે ધર્મ કરીએ છીએ. આહા! સમજાય છે કાંઈ?
અહીં તો કહે છે, નિયત ટંકોત્કીર્ણ...” નિશ્ચય શાશ્વત વસ્તુ ધ્રુવ જે છે, ધ્રુવપદ રામી પ્રભુ મહારા' તું ધ્રુવના પદનો રામી પ્રભુ તું. આહાહા...! રાગના પદનો રામી પ્રભુ તું નહિ. આહાહા.! આવી વાતું છે. લોકોને આકરી પડે. શું થાય? ભાઈ! આહાહા! “જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે, ભરતક્ષેત્રમાં અત્યારે બે-ત્રણ-ચાર સાધુ હોય, હોય તો. તો ઇ વાત આણે લીધી, ‘દેવચંદજીએ. શ્વેતાંબરમાં ક્યાંય છે નહિ. પણ એક “જ્ઞાનાર્ણવ દિગંબરનું શાસ્ત્ર) છે, “શુભચંદ્રાચાર્યનું કરેલું. એમાં છે કે, ભઈ! બે કે ત્રણ માંડ સાધુ ભાવલિંગી હોય તો, ન પણ હોય. એમ લખ્યું છે એમાં તો. આમાં તો બે-ત્રણ લખ્યા. બે-ત્રણનો અર્થ થોડા. સમકિતી થોડા હોય છે. આહાહા...!