________________
૩૧૧
ગાથા૨૧૪ જોકે અહીં મુનિપણાની મુખ્યતાથી વાત છે પણ સમ્યગ્દષ્ટિની વાત પણ ગૌણમાં ભેગી છે. આહાહા..!
એ “જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.” આહાહા...! એકલું નિષ્પરિગ્રહપણું નહિ, અત્યંત નિષ્પરિગ્રહપણું. આહાહા! જેને પુણ્યનો રાગ આવે તેને પુણ્યના ફળરૂપે સંયોગ ભાવ આવે એની એને પક્કડ નથી એટલે આ મારું છે, તેવો ભાવ નથી. આહાહા...! હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી...” અન્ય ભાવોની પક્કડથી, મારા છે તેવા ભાવથી “શૂન્યપણાને લીધે... આહાહા.! પોતે ભગવાન ભરેલો પૂર્ણ અને પરભાવની ભાવનાથી શૂન્ય. આહાહા...! સમજાય છે કાંઈ? આ વાત, આવી મૂળ વાતું એવી ઝીણી છે. આહાહા...!
સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે....” એટલે? પૂરા ગુણનો ભગવાન ભરેલો એને અનુભવમાં આવ્યો, એ અન્ય પરિગ્રહથી તો શૂન્ય થયો. સ્વભાવથી અશૂન્યપણું જ્યાં પ્રગટ્યું છે... આહાહા...! એને પરભાવથી શૂન્યપણું પ્રગટ્યું છે. સમજાય છે કાંઈ? જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે.. આહાહા.! કોઈપણ વિકલ્પ મારો છે એવા ભાવને જેણે વમી નાખ્યો છે. આહાહા. “એવો, સર્વત્ર...” સર્વ સ્થાનથી, વિકલ્પથી માંડીને સર્વ સંયોગથી “અત્યંત નિરાલંબ” છે. પરથી અત્યંત નિરાલંબ છે. આહાહા...! સ્વથી અત્યંત આલંબિત છે. પોતાનું સ્વથી પૂર્ણ આલંબન છે, પરથી પૂર્ણ નિરાલંબ જ છે. આહાહા...!
એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ...' સર્વત્ર આત્મા આલંબનમાં આવ્યો છે, આત્માનું આલંબન જેણે લીધું છે... આહાહા...! એણે પરનું સર્વત્ર અત્યંત નિરાલંબ છે. આહા...! “નિયત ટંકોત્કીર્ણ. નિયત નામ નિશ્ચય ટંકોત્કીર્ણ-જેવો એ સ્વભાવ છે તેવો અંદર પૂર્ણાનંદનો નાથ શાશ્વત. ટંકોત્કીર્ણ એટલે શાશ્વત. આહાહા...! ધ્રુવ. ધ્રવપદ રામી રે પ્રભુ મારા ધ્રુવ સ્વભાવના પદનો રામી આતમરામ. આહાહા.! એને પરમાં રમવાની વાત કેમ ગોઠે? આહાહા.! ધર્મ વીતરાગ ભાઈ! વીતરાગનો ધર્મ કોઈ અપૂર્વ અલૌકિક છે. એ કોઈ સાધારણ બહારથી. આહાહા..! દયા, દાન, ભક્તિ ને વ્રત ને એમાંથી મળી જાય એવી ચીજ નથી. આહાહા....! એ પ્રભુ તો નિરાલંબી છે. જેને ઇચ્છા અને દેવ-ગુરુનું આલંબનેય નથી. આહાહા.! ત્રિલોકના નાથનું પણ આલંબન જેને નથી. કેમકે ત્રણલોકનો નાથ જ્યાં સ્વીકારવામાં આવ્યો એ બધી ચીજના આલંબન રહિત છે. આહાહા...!
આલંબનની તકરાર છે ને? સ્થાનકવાસી અને દેરાવાસીમાં. ઓલો કહે, મૂર્તિનું આલંબન જોઈએ, ઓલો કહે, આલંબન નથી. ઈ વાત કઈ અપેક્ષા છે? પરમાર્થે તો નિરાલંબન જ આત્મા છે પણ જ્યારે રાગ આવે છે ત્યારે પરનું નિમિત્તપણું એને છે. એ પરાલંબીપણું એટલું જ્ઞાનમાં આવે પણ તેની એને પક્કડ નથી. આહાહા.. ત્યારે ઓલા કહે કે, ઈ છે જ નહિ. ઈ વાત જૂઠી છે. સમજાય છે કાંઈ? એ આલંબન સ્વનું હોવા છતાં જ્યાં સુધી પૂર્ણ નથી તેને રાગમાં પરાલંબીપણાનો ભાવ આવે, એ ચીજ છે. છતાં પણ તે પરાલંબી