________________
૩૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આદર કર્યો, અનુભવ કર્યો... આહાહા..! એને આ બધા ભાવોનો (આદર નથી), જ્ઞાની તેને ઇચ્છતો નથી. આહાહા..!
ધર્મીને શાયકભાવ પ્રત્યેનો પ્રયત્ન શરૂ છે. ભગવાન શાયકભાવ તેના પ્રત્યેના વલણમાં પ્રયત્ન છે. આહાહા..! એથી એને પદ્રવ્યના વિકલ્પો આદિ કે પદ્રવ્ય, તેની તેને ઇચ્છા હોતી નથી, તેનો તેને પ્રેમ હોતો નથી. આહાહા..! એ બધા (ભાવો) જ્ઞાની ઇચ્છતો નથી. બધા પદ્રવ્ય સ્વભાવો... આહાહા..! એ જ્ઞાની (ઇચ્છતો નથી).
‘તેથી જ્ઞાનીને...’ ‘નિર્જરા અધિકા૨’ છે ને? ભાઈ! આહા..! ‘સમસ્ત પદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી.’ ભગવાન શાયકભાવનો પરિગ્રહ જેણે પકડ્યો.. આહા..! જ્ઞાયકભાવનો પરિગ્રહ જેને થયો, પરિ નામ સમસ્ત પ્રકારે અનુભવ્યો–પકડ્યો, એને આત્માના જ્ઞાયકભાવ સિવાય કોઈ પદાર્થનો પરિગ્રહ (એટલે કે) આ મારો છે તેમ એને પક્કડ હોતી નથી. આહાહા..! છ ખંડના રાજમાં ચક્રવર્તી પડ્યો હોય એમ લોકો કહે, એ છ ખંડના રાજમાં નથી. એ તો અખંડ જ્ઞાયકભાવના રાજમાં છે. આહાહા..! એથી એ ખંડ ખંડને સાધતો નથી, એ અખંડને સાધે છે. આહા..! પ૨ ખંડ તો નહિ પણ પર્યાયના ખંડને એ સાધતો નથી. આહાહા..! આવે છે ને ૩૨૦માં? જ્ઞાનમાં ખંડ ખંડને એ ભાવતો નથી. આહાહા..! ભાઈ! ધર્મ કોઈ અલૌકિક વાત છે, ભાઈ! આહાહા..!
પરિપૂર્ણ વીતરાગ ભાવે ભરેલો પ્રભુ અને પરિપૂર્ણ આનંદ અને પરિપૂર્ણ શાંતિ.. શાંતિ.. શાંતિ આહાહા..! પૂર્ણ શાંતના ૨સે ભરેલો ભગવાન, એનો જેને અંત૨માં અનુભવ થયો, એ જ્ઞાનીને એ ભાવના સિવાય બીજી કઈ ઇચ્છા પરની હોય? આહા..! સમજાય છે કાંઈ? આહાહા..! એ પદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે..’ ધર્મીને. વળી કોઈ એમ કહે કે, (એ તો) જ્ઞાનીને, પણ ધર્મને અમારે શું છે? પણ ધર્મી કહો કે જ્ઞાની કહો. આહાહા..! જેને આત્માના ધર્મો જે પૂર્ણ સ્વરૂપ, સર્વજ્ઞ જેમ જ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ છે, એમ પૂર્ણ સ્વરૂપ દર્શનનું, પૂર્ણ સ્વરૂપ શાંતિનું, પૂર્ણ સ્વરૂપ વીતરાગતાનું, પૂર્ણ સ્વરૂપ સ્વચ્છતાનું, પૂર્ણ સ્વરૂપ સ્વસંવેદન પ્રકાશગુણનું વગેરે પૂર્ણ સ્વરૂપનો નાથ પ્રભુ! આહાહા..! એનો જ્યાં અંત૨માં આદર ને સ્વીકાર થયો એને ૫૨ ઇચ્છામાત્રનો અથવા પરપરિગ્રહના રાગાદિનો પણ એને પરિગ્રહ નથી. આહાહા..! આવી વાત છે.
જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.' આહાહા..! ધર્મી જીવ.. અરે..! આઠ વર્ષની બાલિકા હોય.. આહાહા..! જેને આત્માનો અનુભવ અને આનંદનો સ્વાદ આવ્યો એ પછી ભલે ૫૨ણે, પણ એ પરણવાની ઇચ્છાનો સ્વામી નથી. આહાહા..! આ શરીર તો માટી છે. પોતે અનંત ગુણનો માટી પ્રભુ.. આહાહા..! અનંત ગુણનો ધણી, અનંત ગુણનો સાહેબો, રાજા. આહાહા..! અનંત ગુણનો સાહેબો પ્રભુ રાજેન્દ્ર આત્મા. આહાહા..! એનો જ્યાં અંતરમાં સ્વીકાર થઈ ગયો.. આહાહા..! એને કઈ ઇચ્છા પરની હોય? ભાઈ! માર્ગ આવો છે, પ્રભુ!