________________
ગાથા- ૨૧૪
૩૦૯
પ્રવચન નં. ૨૯૩ ગાથા-૨૧૪, શ્લોક-૧૪૬ શનિવાર, ભાદરવા સુદ ૩, તા. ૨૫-૦૮-૧૯૭૯
સમયસાર ૨૧૪ ગાથા. એ રીતે બીજા પણ...” એમ કહ્યું કે જ્ઞાયક સ્વરૂપ ભગવાન બધા ગુણે પૂરો પૂરો પ્રભુ, એવું જેને અંતરમાં ભાન અને સ્વીકાર દૃષ્ટિમાં થયો એને પુણ્ય અને પાપ, અશન, પાન વગેરેની એને ઇચ્છા હોતી નથી. ભગવાન આત્મા જ્ઞાયક પૂર્ણ, જ્ઞાને પૂર્ણ, દર્શને પૂર્ણ, આનંદે પૂર્ણ, શાંતિએ પૂર્ણ... આહાહા...! એવો જે પૂર્ણાનંદ પ્રભુ અનુભવમાં, દૃષ્ટિમાં, જ્ઞાનમાં આવ્યો અને આત્માના ભાવ સિવાય બીજી પર ઇચ્છાનો રાગ, ઇચ્છાની ઇચ્છા હોતી નથી. આહાહા...! જેણે ભર્યા ભંડાર ભાળ્યા. આહાહા...! ભગવાન પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ વીર્ય એવા અનંતા અનંતા ગુણે પૂર્ણ છે એમ ભાસ્યું, ભાળ્યું એવા ધર્મીને... આહાહા! ઇચ્છામાત્રની ઇચ્છા હોતી નથી. આવી વાત છે, ભાઈ! એ બીજા પણ આ ચાર તો કહ્યા. કોઈપણ રીતે કપડાં, દાગીના એ શરીર ઉપર હોય અને એની બીજાને દેખાડવાની ભાવના હોય, એ જ્ઞાનીને ન હોય. આહા...! સમજાય છે કાંઈ?
એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી. આહા.! એને અહીંયાં ધર્મી અને જ્ઞાની કહેવામાં આવે છે.
एमादिए द् विविहे सव्वे भावे य णेच्छदे णाणी। जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ।।२१४।। એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને;
સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪. ટીકા - ઇત્યાદિક... એટલે કે પુણ્ય, પાપ, આહાર, પાણી વગેરે બીજા પણ ઘણા પ્રકારના.” વિકલ્પો કે બાહ્યની અનુકૂળ સામગ્રીઓ કે પ્રતિકૂળ સામગ્રીઓ, (એ) પદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી... આહાહા...! જેને આનંદના સ્વાદ આવ્યા, ભગવાન. ઓલા સ્તવનમાં કહ્યું નહિ? “પ્રભુ તુમ સબ ભાવે પૂરા, પ્રભુ તુમ, પ્રભુ મેરે તુમ સબ ભાવે પૂરા આહાહા.! પર કી આશ કહાં કરે વ્હાલા? પરકી આશ કહાં કરે પ્રીતમ, કઈ વાતે તું અધૂરા, ક્યા વાતે તુમ અધુરા, કયા ભાવે તુમ અધુરા.” આહાહા...! પ્રભુ મેરે સબ ભાવે પૂરા” એવો જે ભગવાન આત્મા. આહાહા...! જ્ઞાયકભાવ વીતરાગ સ્વભાવથી ભરેલો પૂર્ણ વીતરાગ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા આહા.! એવો જે ભરેલો ભગવાન જેને પ્રતીતમાં (આવ્યો), પર્યાયમાં સ્વીકાર કર્યો. આહાહા.! પર્યાયમાં