________________
શ્લોક-૧૫૮
૪૬૩ અનંતા સિદ્ધ છે. એ ઠેકાણે અનંતા શી રીતે થયા? શરીરને પછાડ્યું છે ત્યાં પોતે ગુપ્ત છે એને તો કોઈ પછાડી શકતું નથી. આહાહા. એ ગુપ્તમાં અંદરમાં રમણતા કરતો આત્મા, જેને રક્ષાનો કે કોઈ ચોરી લે એનો ભય નથી એ નિર્ભયપણે અંદરમાં રહે છે. નિર્ભયપણે અંદર ગુપ્ત થતાં કેવળજ્ઞાન ઝળહળ જ્યોતિ પ્રગટ થાય છે. આહાહા.! ત્યાંથી દેહ હેઠે રહી જાય છે, આત્મા ઉપર ચાલ્યો જાય છે. મેરુ પર્વતના એક એક કણે. આહા...! સમજાય છે કાંઈ? કેમ?
“અને...” [બતું જ્ઞાન નુ સ્વરૂપ “અકૃત જ્ઞાન -જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું) એ તો સ્વાભાવિક વસ્તુ છે. ભગવાનઆત્મા કોઈએ કરેલો છે એમ નથી. એ તો અકૃત્રિમ અનાદિની ચીજ છે. આહાહા.! નિવૃત્ત જ્ઞાન : સ્વરૂપનું જ્ઞાન એટલે આત્મા. અકૃત જ્ઞાન (-જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન-) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે. આત્માનું જ્ઞાનસ્વરૂપ તે સ્વાભાવિક, અકૃત્રિમ છે, કોઈએ કરેલું નથી. અનાદિ સત્ છે. તેને કોઈ ચોરી જાય, હણી જાય, છીનવી લે એવી કોઈ ચીજ નથી. આહાહા...! બહારની ચીજ લઈ જાય તો એ બહારની ચીજ તો એની નથી. સમજાણું કાંઈ? એમાં મારું કોઈ લઈ ગયું છે એમ છે નહિ. એ ચીજ કંઈ મારી નહોતી. મારી હોય તો લઈ જાય, પણ મારી હતી નહિ પછી લઈ કોણ જાય? જે મારી ચીજ છે એને તો કોઈ અડી શકતું નથી. આહાહા...! આવો માર્ગ છે.
ભાઈ! જન્મ-મરણ રહિત થવાના માર્ગ બહુ અલૌકિક છે. આહાહા...! ચોરાશીના અવતાર જુઓને, આ “મોરબીમાં જુઓને કેવું થયું? આહા.! કેટલા માણસો બિચારા મરી ગયા. ઇસ્પિતાલમાં સાડા ત્રણસો ઉપર મડદાં નીકળ્યા. શ્રાવણ મહિનામાં “રામજી મંદિરમાં એંસી બાઈઓ પ્રાર્થના કરતી હતી. પાણી ગયું, બધા મડદાં, મરી ગયા. અર.૨.૨.! મરીને જાવું
ક્યાં એણે? કારણ કે એ વખતે તો આ શરીર કેમ નભે, કેમ નભે? (એમ ચાલતું હોય). અર.૨.૨.! ઘણા તો બિચારા આર્ય માણસ હોય (તો) ઢોરમાં જાય. અરે.રે..રે...! આહાહા.! અહીંથી આવી સ્થિતિમાં દેહ છૂટે (પછી) પશુમાં જાય. ત્યાં હું કોણ છું એવું સાંભળવાનું મળે નહિ. આહાહા...!
અહીં કહે છે, હું તો અકૃત જ્ઞાન છું. કોઈથી કરવામાં આવ્યું નથી એવું આત્માનું સ્વરૂપ. છે ને? પુરુષ એટલે આત્મા, એમ. [વૃત જ્ઞાન : સ્વરુપે પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે; તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે).' જ્ઞાન–આત્મા તો અંદર ગુપ્ત જ છે. [ પ્રત: શુ ન જાવન અશુદ્ધિ: મ ] “માટે આત્માનું જરા પણ અગુપ્તપણું.” નથી. આહા! બહારમાં જરી પણ રહેતો નથી. અંદર ગુપ્ત છે. આહા! રાગથી પણ ભિન્ન ભગવાન ગુપ્ત છે અંદર. આહાહા...! રાગ પણ જેને અડતો નથી તો બીજી કોઈ ચીજ છીનવી ને હરી લ્વે (એમ નથી). આહાહા...! રાગ આવે છે એ પણ અહીંયાં સ્વભાવને