________________
૪૬ ૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રવચનસારમાં નહિ? એમ કે, આ ચોર છે એનાથી હવે હું ગુપ્ત થાઉં છું. ‘અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસારમાં આવે છે. મેં મારો નાથ આત્મા જોયો, અનુભવ્યો છે તો આ બધા રાગાદિ ચોર છે એનાથી મારે હવે છૂટવું છે અને સ્થિર થાવું છે. પ્રવચનસારમાં છે. આહા...! રાગાદિ ચોર, કોઈ પર ચોર નહિ. આહાહા.! એનાથી બચીને રહેવું છે). પ્રવચનસારમાં શરૂઆતમાં છે. આહાહા.! આચાર્યોએ તો ગજબ કામ કર્યા છે.
(અહીંયાં) કહે છે, જે મારું સ્વરૂપ છે એ પરમ ગુપ્તિ જ છે, ગુપ્ત જ છે. આહાહા...! કિલ્લો મોટો છે, વજનો કિલ્લો છે, જેમાં કોઈ પ્રવેશ કરી શકે નહિ, એવો) ગુપ્ત છું. આહાહા...! બીજા મને જોઈ શકે એવો હું નથી. આહાહા...! હું મને જોઈ શકું એવી ગુપ્ત ચીજ છે. સમજાય છે? બીજો મને જોઈ શકે નહિ તો પછી લઈ શકે એ ક્યાં આવ્યું? આહાહા...! આવી વાતું છે. “સમયસારની વાત પરમ સ્વભાવની દૃષ્ટિની વાત છે. આહા.! એને અનંતકાળમાં ચાર ગતિમાં રખડતા એક સમય પણ આત્મજ્ઞાન થયું નથી. આહાહા...! એ આત્મજ્ઞાન આ ચીજ છે. જે ગુપ્ત વસ્તુ છે તેને જેણે દૃષ્ટિમાં પ્રાપ્ત કરી છે. આહાહા.! ગોપન જ છે. એને ગોપવું તો રહે એમ નહિ, એ ગોપન છે. આહાહા.!
ખરેખર નિજ રૂપ જી વસ્તુની પરમ ગુપ્તિ છે.” એમ કીધું ને? “કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી;” મારા સ્વરૂપમાં દુર્ગ કિલ્લો વજ, વજનો ગઢ છે તેમાં પવન પેસી શકે નહિ તો વળી કોઈ માણસ આવી શકે એ તો છે નહિ. આહાહા...! પવન” શબ્દ જેમાં રાગનો વિકલ્પ પ્રવેશી શકે નહિ, તો બીજાઓ એને લઈ જાય એ વાત છે ક્યાં? આહાહા...!
મુનિઓને મેરુ પર્વત સાથે આમ પછાડે છે. દેવ વિરોધી હોય (એ એવું કરે). (મુનિ) પ્રમાદમાં હોય ત્યારે, અપ્રમત્ત દશા થાય તો લઈ શકે નહિ. છછું ગુણસ્થાને વિકલ્પમાં હોય (ત્યારે) ઉપાડે. મેરુ પર્વત સાથે, ધોતિયા ધોવે તેમ મુનિને) પછાડે. પણ કહે છે કે, હું તો ગુપ્ત છું. હું (શરીર) ક્યાં છું? મારો પછાડ પણ નથી અને મને કોઈએ પકડ્યો પણ નથી. એ આનંદના સાગરમાં ગુપ્તમાં અંદર પડે છે અને ત્યાં પછાડે છે ત્યાં કેવળ પામીને મોક્ષમાં જાય છે. આહા...! ત્યાંથી અનંતા મોક્ષે ગયા છે. મેરુ પર્વતને કણે કણે, મેરુ આમ છે ને? તો ત્યાં કેટલેક ઠેકાણે બેસવાના ઠેકાણા નથી છતાં ત્યાં પછાડ મારે છે. ત્યાં આગળ અંદર ગુપ્તમાં રમી અને કેવળજ્ઞાન પામીને ચાલ્યા જાય છે. શરીર હેઠે પડ્યું રહે, આત્મા ઉપર ચાલ્યો જાય. આહાહા...! કહે છે કે, જેને કોઈએ ઉપાડ્યું પણ નથી અને જેને પછાડ કરી નથી. આહાહા...! સાંભળ્યું છે છે?
મેરુ પર્વત આમ ઊભો છે ને? જ્યાં વન છે ત્યાં તો બેસવાનું સ્થાન છે પણ આમ સોગઠીના આકારે આમ સીધો છે ત્યાં બેસાય એવું નથી છતાં તે તે કણીએ કણીએ અનંત મોક્ષે ગયા છે. આહાહા.. કેમકે માથે અનંતા સિદ્ધ એકસાથે આમ પડ્યા છે. એક ઠેકાણે