________________
શ્લોક-૧૫૮
૪૬ ૧
શ્લોક-૧૫૮ ઉપર પ્રવચન
(શાર્દૂનવિવ્રીડિત) स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः । अस्यागुप्तिपरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्क सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५८ ।। શું કહે છે? આહાહા.! [વિન પર્વ છ વસ્તુન: પરમ પ્તિઃ સ્તિ] ખરેખર...” વસ્તુ ભગવાન આત્મા, તે “સ્વ-રૂપ જ (અર્થાતુ નિજ રૂપ જી વસ્તુની પરમ ગુપ્તિ છે...” એને કોઈ છીનવી લેશે, કોઈ ચોરી લેશે એવી એ ચીજ નથી. આહાહા...! અરે.! મારી વસ્તુ કોઈ ચોરી લેશે. પણ તું ગુપ્ત જ છો. ગુપ્ત છો એ કિલ્લો ગુપ્તમાં કોઈનો પ્રવેશ નથી. આહાહા. એ મને કોઈ હરી જશે, છીનવી લેશે, મને ચોરી લેશે. પણ તને કોણ (ચોરી જાય) બહારની વસ્તુ છે એ તો એની નથી ને એમાં ઇ પોતે નથી એટલે પ્રશ્ન એમાં કંઈ છે નહિ. આહાહા.! ખરેખર વસ્તુનું સ્વરૂપ “વસ્તુની પરમ ગુપ્તિ છે.” એટલે કે અંતરથી ગુપ્ત કરું એમ નથી). એને કોઈ છીનવી લે માટે મારી ગુપ્તિ કરું, ગુપ્ત થઈ જાઉં, એમ નથી. એ તો ગુપ્ત જ છે. આહાહા.! અરે. અરે.! આવી વાતું.
આ તો હાડકા, ચામડા છે આ તો. એ કંઈ આત્મા નથી. અંદર કર્મ છે ઇ કંઈ આત્મા નથી. તેમ દયા, દાનના વિકલ્પ ઉઠે ઈ કંઈ આત્મા નથી, એ તો રાગ-અનાત્મા છે. આહાહા. અંદર જે આત્મા છે એ તો ત્રિકાળી ગુપ્તસ્વરૂપ છે. ગુપ્ત કિલ્લો છે, દુર્ગ કિલ્લો (છે). આહાહા.! મકાનમાં લોઢાના પતરા કઠણ નાખ્યા હોય એ કિલ્લામાં કોઈ પ્રવેશ કરી શકે નહિ. પવન પ્રવેશ ન કરે તો વળી ચોર ક્યાંથી પ્રવેશ કરે? લોઠાના હોય છે ને મોટા પતરાં. પતરાં. એમ આ ભગવાન તો દુર્ગ કિલ્લો છે. આહાહા...! જેમાં વિકલ્પનો પ્રવેશ નથી તો કોઈક એને છીનવી લ્ય કે કોઈ તેને હરી લ્ય કે કોઈ તેને તેમાંથી લઈ જાય એમ નથી). આહાહા...! આવી વ્યાખ્યા હવે. પજોસણના દિવસમાં તો અપવાસ કરો, આ કરો, તે કરો, ચોવિહાર કરો. દસ અપવાસ કરે તો ઓહોહો! (થઈ જાય). હવે ઇતો લાંઘણું છે, સાંભળને! આત્મા અંદર ગુપ્ત પડ્યો છે તેની તો તને ખબર નથી અને બહારમાં વિકલ્પની જાળમાં રોકાઈને માને કે મને ધર્મ થઈ ગયો. મિથ્યાત્વનું પોશણ છે. આહાહા...!
આકરું કામ.
કહે છે કે, મુનિ ધર્મી એમ જાણે છે, મારી ચીજ છે એ ગુપ્ત જ છે. મને કોઈ છીનવી લે, હરી લે, ચોરી લે એવી ચીજ જ નથી. આહાહા.! ઓલું આવે છે ને