________________
૪૬૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
શ્લોક-૧૫૮
(શાર્દૂલવિક્રીડિત)
स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्यागुप्तिपरतो न काचन भवेत्तद्भीः कुतो
ज्ञानिनो
निश्शङ्क सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति । । १५८ ॥
હવે અગુપ્તિભયનું કાવ્ય કહે છે :
શ્લોકાર્થ :- [તિ સ્વરૂપં વસ્તુન: પરમા મુત્તિઃ અસ્તિ ] ખરેખર વસ્તુનું સ્વરૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ ગુપ્તિ' છે [ યત્ સ્વરૂપે : અવિ પર: પ્રવેત્તુમ્ ન શવત્તઃ ] કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી; [7 ] અને [ અછૂત જ્ઞાનં નુ: સ્વરૂપં ] અકૃત જ્ઞાન (-જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન-) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે; તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે.) [ અતઃ અસ્ય ન વ્હાવન અનુત્તિઃ મવેત્ ] માટે આત્માનું જરા પણ અગુપ્તપણું નહિ હોવાથી [ જ્ઞાનિન્ તદ્-મી: ત: ] જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય ? [ સઃ સ્વયં સતતં નિશં: સહખં જ્ઞાનં સવા વિવૃત્તિ ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થ :- ‘ગુપ્તિ’ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કેવસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની ૫૨મ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તપણાનો ભય ક્યાંથી હોય ? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૮.