________________
૪૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અડતો નથી અને સ્વભાવ તે રાગને અડતો નથી. એવી રીતે હું રાગથી પરમ ગુપ્તસ્વરૂપ જ છું. આહાહા.! અગુપ્તિપણું નથી.
[જ્ઞાનિસ્ તદ્મી: ત] “જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય ? આહાહા...! કોઈ છીનવી લેશે કે ચોરી લેશે એવો ભય એને હોતો નથી. આહાહા..! જુઓ! આ સમકિતના નિઃશંક એવા, નિર્ભય એવા સાતનું વર્ણન છે. સાત ભય છે ને? સાત ભયનું વર્ણન છે. ભય જ્ઞાનીને નથી. નિઃશંક છે કહો કે નિર્ભય છે કહો. આહાહા.! “સ: તે આત્મા “વયં પોતે “સતત નિરંતર જોયું? બે વાર (આવ્યું. “સતતં” ને “સT. આહાહા. ધર્મી તો આત્માની દૃષ્ટિ ધ્રુવની થઈ છે તે ધ્રુવમાં ગુપ્તપણે જ પડ્યો છે. આહા.! એ નિરંતર નિઃશંક વર્તતો. આ સમ્યગ્દષ્ટિની વાત છે. સમ્યગ્દષ્ટિને સાત ભય હોતા નથી. એમાં આ અગુપ્તિભય એટલે કોઈ ચોરી લેશે એવો ભય હોતો નથી. આહાહા.! “નિરંતર નિઃશંક વર્તતો થકો સ્વાભાવિક જ્ઞાન.” એટલે આત્માને સદા, સ્વાભાવિક આત્માને “સદા અનુભવે છે. આહાહા...! જુઓ! અર્થ કર્યો ને?
ભાવાર્થ :- “ગુપ્તિ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું...” આહાહા...! એવો કિલ્લો હું છું, કહે છે. દુર્ગ કિલ્લો છું. આહાહા...! “તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે.” બહાર હોય તો કોઈ ચોર આવશે, આ આવશે (એમ થાય) પણ ભોંયરામાં અંદરમાં એકલો હોય એને ચોર આવશે ને લઈ જશે એવું છે નહિ. આહાહા...! “વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ...' વસ્તુનું સ્વરૂપ વસ્તુની પરમ ગુપ્તિ (છે). આહાહા...! અભેદ કિલ્લો છે, જોયું? આવ્યું ને અભેદ કિલ્લો છે. ભગવાન અભેદ કિલ્લો છે, ધ્રુવ છે. આહાહા...! પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તપણાનો ભય ક્યાંથી હોય ? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે.' (વિશેષ કહેશે).
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
નામધારી-જૈનને પણ રાત્રિના ખોરાક ન ખવાય. રાત્રિના ઝીણી જીવાતો ખોરાકમાં આવી જાય છે તેથી ખોરાકમાં માંસનો દોષ ગણાય છે, માટે નામધારી-જૈનને પણ રાત્રે ખોરાક ન ખવાય. અથાણામાં પણ ત્રસ જીવ થઈ જાય છે, એ પણ જૈનને ન હોય. જેમાં ત્રસ જીવો ઉત્પન્ન થઈ જાય એવો ખોરાક જ જૈનને હોય નહિ.
આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી-૨૦૦૮