________________
શ્લોક–૧૫૧
૩૯૫
અહીંયાં કહે છે કે, અંતર સ્વરૂપ શુદ્ધ ચૈતન્યઘન, પરમાનંદની મૂર્તિ પ્રભુ છે, અંદર એવો અનાદિથી છે. તેની સન્મુખ થઈને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ (કરવી). કાલે આવ્યું હતું. છેલ્લું કહ્યું હતું, ‘લાલચંદભાઈ’! છેલ્લો વીસમો બોલ. પ્રવચનસાર’ અલિંગગ્રહણનો (વીસમો બોલ). આહા..! ભગવાન! તેં જે ધ્રુવ સ્વરૂપ ભગવાન, ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, એ ઉ૫૨ જો તારી દૃષ્ટિ ગઈ તો પર્યાયમાં આનંદ આવ્યા વિના રહે નહિ. આહાહા..! એ અતીન્દ્રિય આનંદની વાત છે, હોં! ઇન્દ્રિયના વિષય તો દુઃખ છે, રાગ છે, ભિખારાવેડા, ભિખારી છે. પરમાંથી મને સુખ મળશે, ઇન્દ્રિયથી, વિષયથી (મને સુખ મળશે એમ માનના૨) ભિખારી છે. ભગવાન! બાદશાહ અંદર આનંદનો નાથ પ્રભુ, આહાહા..! તેની સન્મુખ થયો, ધ્રુવને ધ્યાનમાં લીધો તો પર્યાયમાં આનંદ આવ્યા વિના રહે નહિ. માટે એ ધ્રુવના લક્ષનું ફળ આનંદ છે. આહાહા..! છેલ્લો બોલ એ વાંચ્યો. આહાહા..! શું કહ્યું? પ્રભુ!
આત્મામાં જે સમ્યગ્દર્શન થાય છે, ધ્રુવ ભગવાન નિત્યાનંદ પ્રભુ ધ્રુવ, એ ધ્રુવ ઉપર જ્યારે દૃષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં આનંદ આવ્યા વિના રહેતો નથી. માટે ત્યાં વીસમા બોલમાં કહ્યું કે, આનંદનો અનુભવ એ આત્મા છે. જે અનાદિથી રાગ અને દ્વેષનો અનુભવ છે એ તો દુઃખનો અનુભવ છે. આહાહા..! ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામનો અનુભવ એ રાગ છે અને દુઃખ છે. અર.........! પ્રભુ! માર્ગ જુદા છે, ભાઈ! ત્રણલોકનો નાથ તીર્થંકરદેવનો પોકાર છે. આહા..! કે જેને ધ્રુવ ધ્યાનમાં આવ્યો, જેની દૃષ્ટિ ધ્રુવ ઉ૫૨ આવી તેની પર્યાયમાં આનંદ આવ્યા વિના રહે નહિ, તેથી આનંદ તે આત્મા છે. આહાહા..! રાગ એ આત્મા નહિ, એ તો અનાત્મા છે.
એ અહીંયાં કહે છે કે, સમ્યગ્દર્શન, આહા..! છઠ્ઠો (ધર્મ) છે ને? અહીં આવ્યું છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવી અતિ કઠણ છે. જો કોઈ પુણ્યના યોગે, આહાહા..! અખંડ નિર્મળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ જાય, અંતરના આલંબનથી.. આહાહા..! જો (સમ્યગ્દર્શન પણ પ્રાપ્ત થઈ જાય) તો સંયમ ધર્મ વિના, સંયમ વિના મુક્તિ નથી. એકલા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનથી મુક્તિ નથી. સમ્યગ્દર્શન, જ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી સંયમ વગ૨ સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ દેનાર ન થઈ શકે. માટે તે બધાની અપેક્ષાએ સંયમ અતિ પ્રશંસનીય છે. પણ એ સંયમ કોને કહીએ, પ્રભુ! બહારનો ત્યાગ કર્યો એ સંયમ નહિ. આહાહા..! અંતર ભગવાનઆત્માનો અંદરમાં શુદ્ધ અનુભવ થઈને, આનંદનો અનુભવ થઈને સમ્યગ્દર્શન થયું પછી સ્વરૂપમાં લીનતા કરવી. આહાહા..! અતીન્દ્રિય આનંદના ભોજન કરવા, આહાહા..! આવી વાત છે. તેનું નામ ભગવાન સંયમ કહે છે. સંયમ’ શબ્દ પડ્યો છે ને? સંયમ. સંમ્ એટલે સમ્યગ્દર્શનપૂર્વક, અંતરના અનુભવપૂર્વક. સંમ્ યમ. યમ નામ અંતર લીન થવું. આહાહા..! એવા સંયમધર્મનો, સુગંધ દસમીનો આજે છઠ્ઠો દિવસ છે. દુર્લભ ચીજ છે.