________________
૩૯૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭
આહાહા..!
આત્મા રાગથી ભિન્ન પડી નિજ આત્માનો અનુભવ કરીને પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન મહાદુર્લભ છે. સમજાણું? સંયમ તો પછી કહેશે. હજી તો સમ્યગ્દર્શન દુર્લભ છે. આહાહા...! ભગવાન આત્મા ધ્રુવ સચ્ચિદાનંદ પ્રભુ, પૂર્ણ આનંદકંદ આત્મા, તેની અંતર સન્મુખ થઈ તેની પ્રતીતિ અને જ્ઞાન અંતરમાં થવા અને તેમાં આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આવી વાત છે, પ્રભુ! તારી બલિહારી છે અંદર, ભાઈ! તારું અંતર સ્વરૂપ ભગવાન અતીન્દ્રિય આનંદનો સચ્ચિદાનંદ પ્રભુ છે. તેનું સમ્યગ્દર્શન હજી, હોં! ધર્મની પહેલી સીડી, ધર્મની પહેલી શ્રેણી, તે સમ્યગ્દર્શન.
આયુષ્ય લાંબુ મળ્યું, નિરોગતા થઈ, મનુષ્યપણું મળ્યું, સાંભળવા મળ્યું પરંતુ સમ્યગ્દર્શન દુર્લભ ચીજ છે. અનંતકાળમાં પરિભ્રમણ કરતા, “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપાયો પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો’ ‘છ ઢાળામાં આવે છે. “મુનિવ્રત ધાર...” દિગંબર મુનિ થઈને અઠ્યાવીસ મૂળગુણ લીધા, હજારો રાણીઓનો ત્યાગ કર્યો. “મુનિવ્રત ધાર અનંત બૈર રૈવેયક ઉપજાયો ગ્રીવાના સ્થાને રૈવેયક છે. પુરુષાકારે આ બ્રહ્માંડ છે ને? ચૌદ રાજુલાક પુરુષાકારે છે. ગ્રીવામાં–ગ્રીવાના સ્થાનમાં નવ રૈવેયક છે. ત્યાં અનંત વાર ઉપજ્યો. પંચ મહાવ્રત, અઠ્યાવીસ મૂળગુણ પાળીને શુક્લ લેગ્યાથી (ત્યાં ગયો) પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત ન કર્યું. આહા...! “આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયા' આત્મા આનંદ સ્વરૂપ ભગવાન. આહા..!
શ્રેણિક રાજા ગૃહસ્થાશ્રમમાં રાજમાં હતા છતાં ક્ષાયિક સમકિત હતું. આહા.! એમાં તીર્થકરગોત્ર બાંધતા હતા પરંતુ નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું એટલે નરકમાં ગયા છે પણ છે ક્ષાયિક સમકિત. આહાહા...! અને ત્યાં પણ સમયે સમયે તીર્થકરગોત્રનો બંધ કરે છે. નરકમાં પણ. એ સમ્યગ્દર્શનનો પ્રતાપ છે. એ સમ્યગ્દર્શન ભાઈ! કોઈ અલૌકિક ચીજ છે. લોકો બહારથી માને કે અમે દેવ-ગુરુ-શાસ્ત્રને માનીએ છીએ, નવ તત્ત્વના ભેદને માનીએ છીએ, એ સમ્યગ્દર્શન, એ સમ્યગ્દર્શન નહિ.
એ અહીં કહે છે, આહા! સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થવી અતિ કઠણ છે. સ્વસ્વરૂપ પરમાત્મ સ્વરૂપ અંદર, જિનચંદ્ર ભગવાન જિનચંદ્ર છે. આહાહા.! વીતરાગસ્વરૂપે ભગવાનઆત્મા અંદર બિરાજે છે. તેની સન્મુખ થઈને પરથી વિમુખ થઈ, નિમિત્તથી, સંયોગથી, રાગથી, પર્યાયથી પણ વિમુખ થઈને... આહા...! અંતર પરમાનંદ સ્વરૂપ પ્રભુ, તેની સન્મુખ થઈને જે પ્રતીતિ–સમ્યગ્દર્શન, અનુભવ થવો એ અપૂર્વ ચીજ છે. એ અનંતકાળમાં પ્રાપ્ત નથી કર્યું. બહારની ક્રિયાકાંડ કરી, દયા ને વ્રત ને તપ ને ભક્તિ, એ તો બધું પુણ્ય છે, રાગ છે. આહાહા.! એ કોઈ ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. સૂક્ષ્મ વાત છે, ભગવાન! આહાહા..!