________________
૨૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ગયું. આહાહા.! સમજાણું? અહીં એમ નથી કહ્યું કે, તારી કાળલબ્ધિ પાકશે ત્યારે થશે. ઈ કાળલબ્ધિનું જ્ઞાન પણ ત્યારે થશે. અંતર પુરુષાર્થથી સ્વભાવ તરફ પ્રયત્ન કરશે તો પર્યાયમાં તારી કાળલબ્ધિ પાકી ગઈ. સ્વભાવ સન્મુખનું એક કારણ જ્યાં પ્રાપ્ત કર્યું તો બધા કારણ એકસાથે આવી જાય છે. સમજાણું? આહાહા...!
ભાવાર્થ :- “સર્વ કર્મને છોડાવીને...” “કર્મ શબ્દ શુભભાવ. શુભભાવરૂપી કાર્ય. દયા. દાન, વ્રત, ભક્તિ, પૂજા. કર્મો એટલે જડકર્મ નહિ તેમ અહીંયાં અશુભભાવ પણ નહિ. અહીં અશુભભાવથી તો છૂટ્યો છે, શુભભાવ આવ્યો છે. સમસ્ત શુભભાવના કાર્યને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ.' ભગવાન આત્માના સ્વભાવની એકાગ્રતાની કળા નામ બળ દ્વારા જ. આહાહા...! વીર્ય પણ આવી ગયું. જ્ઞાનકળાના બળના વીર્ય દ્વારા જ, બળ દ્વારા જ “જ્ઞાનનો અભ્યાસ કરવાનો.' ભગવાન આત્માનો અંતરમાં અભ્યાસ કરવાનો “આચાર્યદેવે ઉપદેશ કર્યો
આચાર્યદેવ ભગવાન સંત મુનિ “અમૃતચંદ્રાચાર્ય'. કુંદકુંદાચાર્યને આમ કહેવું છે એમ ટીકામાં લખ્યું છે. આહા...! કારણ કે પાઠ એમ છે ને? “તે નિષ્ફ ળિયમેવું ગ્રહણ કર (એમ) કુંદકુંદાચાર્ય' કહે છે. તારાથી ગ્રહણ નહિ થાય એમ ક્યાં કહ્યું છે? હેં? “કુંદકુંદાચાર્ય કહે છે, “IMUT વિરી પર્વ પર્વ વ૬ વિ નહતા લાખ, કરોડ ક્રિયાકાંડથી પણ એ પ્રાપ્ત થતો નથી. “નિષ્ફ ળિયમેવું ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ “રૂટું અંદર પ્રત્યક્ષ છે તેને ગ્રહણ કર. આહાહા...! સમજાણું? અલૌકિક વાતું છે, બાપુ આ તો વીતરાગના ઘરની વાત છે, બાપા! આહાહા.. તે ળિખું ળિયમે નિશ્ચયને ગ્રહણ કર, એમ કહે છે. ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપે બિરાજે છે, વિદ્યમાન છે.
બેનના (વચનામૃતમાં એક શબ્દ આવ્યો છે, નહિ? જાગતો જીવ ઊભો છે, ક્યાં જાય? ધ્રુવ ચૈતન્યમૂર્તિ વિદ્યમાન પ્રભુ છે તે ક્યાં જાય? શું એ પર્યાયમાં આવે? શું એ રાગમાં આવે? કયાં જાય? આહાહા.! જાગતો જ્ઞાયકભાવ ઊભો નામ ધ્રુવ. જાગતો નામ જ્ઞાયકભાવ ઊભો નામ ધ્રુવ. હિન્દીમાં એનો વિદ્યમાન અર્થ કર્યો છે. જાગતો જીવ વિદ્યમાન છે, એવો અર્થ કર્યો છે. હિન્દી. બેન'ના વચનનું હિન્દી થયું છે ને? એમાં ‘ઊભો છે” એનો અર્થ વિદ્યમાન (કર્યો છે). જાગતો જીવ વિદ્યમાન છે એટલું લીધું છે. ખબર છે. અહીં જાગતો જીવ ઊભો છે. ઊભો છે, વિદ્યમાન પડ્યો છે, પ્રભુ! આહાહા...! કયાં જાય? જરૂર પ્રાપ્તિ થશે. આહાહા...!
અહીં નપુંસકના કામ નથી, કહે છે. આ તો પુરુષના કામ છે. પુરુષ એને કહીએ, પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં આવે છે, પુરુષાર્થસિદ્ધિ ઉપાય', પુરુષ એને કહીએ કે ચેતનામાં સૂવે અને ચેતનામાં રમે એનું નામ પુરુષ. બાકી રાગમાં રમે એ નપુંસક, પાવૈયા, હીજડા છે. આહાહા...! “અમૃતચંદ્રાચાર્યનો કળશ છે એમાં પુરુષાર્થ કેમ કહ્યું? પુરુષાર્થસિદ્ધિ. કે