________________
શ્લોક-૧૪૩
૨૧૫ ક્રમબદ્ધનું કાર્ય અકર્તાપણું અથવા જ્ઞાતા-દૃષ્ટાના પરિણામ એ ક્રમબદ્ધનું ફળ છે. આહાહા...! એ કેટલાક એમ કહે છે, ક્રમબદ્ધ છે તો આપણે શું કરીએ? હે ભગવાન! એમ ન લે. ક્રમબદ્ધમાં ક્રમબદ્ધની પર્યાયનો જ્યારે નિર્ણય પ્રયત્નથી કરે છે તો અકર્તાપણું ઉત્પન્ન થાય છે. અકર્તાપણું ઉત્પન્ન થાય છે ત્યાં જ્ઞાતા-દષ્ટાના પરિણામ ઉત્પન્ન થાય છે. એ જ્ઞાતાનું પરિણમન થાય છે એ અનુભવથી થાય છે. આહાહા...! આવો માર્ગ. આહાહા..! અરે..રે...! સાંભળવા મળે નહિ અને કેટલા બિચારા મનુષ્યપણા ચાલ્યા ગયા. હું આહાહા..!
જુઓ! ‘અમૃતચંદ્રાચાર્ય' (કહે છે), “ર્મપુર સર્વ ક્રિયાકાંડથી દુર્લભ એટલે તેનાથી) પ્રાપ્ત ન થાય અને આ અભ્યાસથી સતત પ્રયત્ન કરો તો પ્રાપ્ત થાય છે. આહાહા...! અસ્તિનાસ્તિ કરી. રાગની લાખ, કરોડ ક્રિયા તું અનંત કર તેનાથી “કુરાસ તેનાથી આત્મા પ્રાપ્ત થતો નથી, તેનાથી ધર્મ થતો નથી અને અંતર ભગવાનઆત્માના “યિતું અંતરના અભ્યાસ અને અનુભવથી હે જગતના જીવો! સતત પ્રયત્ન કરો, પ્રાપ્તિ થશે જ. આહાહા...! સમજાણું? આહાહા...! આ શ્લોક તો જુઓ! એક એક શ્લોકે કમાલ કરી નાખી છે! હૈ? આહાહા...! દિગંબર સંતોની વાણી (તેનો) પોતાની કલ્પનાથી અર્થ કરે પણ અંદર શું કહે છે? આહાહા...! મુનિઓનો પોકાર શું છે?
(‘સમયસાર) ૩૮ ગાથામાં અને (‘પ્રવચનસાર) ૯૨ ગાથામાં તો એમ કહ્યું કે, પંચમઆરાના શ્રોતાને પંચમઆરાના સંત કહે છે, અપ્રતિબુદ્ધને પ્રતિબદ્ધ સમજાવે છે તો એમ સમજી જાય છે અને એવા જ્ઞાન, દર્શન પ્રગટ) થાય છે કે કયારેય પડે નહિ એવા જ્ઞાન, દર્શન તેને ઉત્પન્ન થાય છે. પંચમ આરાના પ્રાણીને એમ કહે છે અને એ સાંભળનાર પ્રાણી પોતાના અનુભવથી એમ કહે છે કે, મને જે અનુભવ થયો, મને જે આ સમ્યગ્દર્શન થયું, હવે ક્યારેય મિથ્યાત્વ નહિ આવે. અમે પંચમઆરાના પ્રાણી, તમે એમ કહો છો તો અમે પંચમઆરામાં નથી, અમે તો અમારા સ્વકાળના આત્મા છીએ. આહાહા.! સમજાણું? આહાહા.! બહુ ગંભીર છે.
વર્મપુર સર્વ “ફન-વધિ-વના-સુનમ વિન નિશ્ચય. આહાહા.! રાગની ક્રિયાથી પ્રાપ્ત થતો નથી અને સ્વભાવના અનુભવથી પ્રાપ્ત થાય છે, સહજ સ્વભાવથી પ્રાપ્ત થાય છે. કળશટીકાકારે કરી લીધું છે કે, સહજસાધ્ય છે, યત્નસાધ્ય નથી. અહીં તો યત્ન લીધો.
ત્યાં એને કાળલબ્ધિ ઉપર વજન દેવું છે. પણ અહીં તો વાસ્તવિક કાળલબ્ધિ (એટલે) કાળલબ્ધિની ધારણા કરી લીધી એ નહિ. તને તો ખબર નથી કાળલબ્ધિ કોને કહે છે? કાળલબ્ધિમાં પ્રાપ્ત થાય છે તેનું જ્ઞાન કોને થયું કે જેણે પોતાનો પ્રયત્ન કર્યો તો એને
ખ્યાલમાં આવ્યું કે મારી કાળલબ્ધિ પાકી ગઈ. તેને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન થયું. તેનો પુરુષાર્થ યથાર્થ થયો, તેનો સ્વભાવ પણ યથાર્થ થયો, તેનું ભવિતવ્ય ભાવ જે થવાવાળો હતો તે પણ યથાર્થ થયો. આહા! અને કાળલબ્ધિ પણ પાકી ગઈ એમ જ્ઞાનમાં આવી