________________
૨૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પ્રયત્ન કરો. આહાહા! નિરંતર સ્વભાવસભુખ પ્રયત્ન કરો. સ્વભાવથી વિમુખનો પ્રયત્ન છોડી દ્યો. આહાહા.! અંતર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, તેનો સતતં-નિરંતર–વતતાં “યતતા' (અર્થાતુ) યત્ન કરો. યત્ન કરો એટલે પ્રયત્ન કરો. આહાહા.! નિજસ્વરૂપમાં પ્રયત્નો નિજ બોધ અંદર. આહાહા.!
અરે.ત્યારે કોઈ કહે કે, ક્રમબદ્ધમાં થાય છે એમાં નિજ પ્રયત્ન અમારે શું કરવો? પણ એ ક્રમબદ્ધના નિર્ણયમાં એ નિજકળાનો અનુભવ થાય છે. સમજાણું? કેમકે ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય છે ત્યારે અકર્તાપણાની, જ્ઞાતાપણાની પરિણતિ પ્રગટ થાય છે. સમજાણું? આ પ્રયત્ન કરો (એમ કહો છો તો) ક્રમબદ્ધ વિના અમારો પ્રયત્ન કેમ ચાલશે? એમ કોઈ પ્રશ્ન કરે તો કહે છે), સાંભળ તો ખરો! આહાહા! જેને ક્રમબદ્ધનો અનુભવ થયો તેને તો જ્ઞાતા-દષ્ટાનો અનુભવ થયો. તેને કહે છે કે, સતત ક્રમબદ્ધ પર્યાયના ક્રમનું લક્ષ છોડી, જ્ઞાતાનો અનુભવ કર. આહાહા...!
જગતના પ્રાણીઓ. જગત એટલે એ. હે જગતના પ્રાણીઓ પહેલા એક કળશ આવી ગયો છે. જગત એટલે જગતના પ્રાણીઓ. “સતતં આહાહા...! પ્રભુ! તને અંતરાય ન પડે તેમ “સતત'. સ્વભાવ સન્મુખની દશા “સતત પ્રગટ કરો. આહાહા...! પંચમઆરાના પ્રાણીને કહે છે, પંચમઆરાના શ્રોતાને કહે છે. અપ્રતિબદ્ધ છે તેને કહે છે. આહાહા...!
કેટલાક કહે છે કે, આ સમયસાર તો મુનિને માટે છે. અહીં તો જેને અનુભવ નથી એવાને કહે છે. એમાં આ ક્યાં મુનિને માટે છે એમ આવ્યું) આહાહા.! વાસ્તવિકમાં પરની મીઠાશ ખસતી નથી ને એટલે આ વાત એમ કે મુનિને માટે છે, અમારે માટે નહિ. અરે.! પણ સાંભળ તો ખરો, આ શું કહે છે? જગતના જીવો (કહીને) આખો બધો સમૂહ લીધો અને તેય વર્તમાન પંચમઆરાના પ્રાણીને કહે છે. કહેનારા સંત પંચમઆરાના છે. છે? એ પંચમઆરાના શ્રોતાને કહે છે. આહા...! તો થઈ શકે છે તો કહે છે કે નહિ? આહાહા..! તો થઈ શકે છે તેને કહે છે અને થઈ શકે છે, એમ કહે છે. આહાહા..! ઓહોહો! શું ગંભીર! વાણીની ગંભીરતા! પંચમઆરાના “અમૃતચંદ્રાચાર્ય તો હજાર વર્ષ પહેલા થયા. આ કળશ, ટીકા(ના રચનારા). હજાર વર્ષ પહેલા (થયા). પંચમઆરાના કેટલા વર્ષ નીકળી ગયા? અઢી હજાર. પંદરસો વર્ષ પછી શ્રોતાને કહે છે. આહાહા..! આત્મા છે તેને આવું થઈ શકે છે. આત્મા છે એમ જેને પ્રતીતમાં આવ્યું તો તેને આવો અનુભવ થઈ શકે છે. આહાહા...!
સતત વયિતું (અર્થાતુ) અનુભવ કરો. આહાહા.! “યિતું એટલે હૂં નધિતું ‘અભ્યાસવાને નિત્ સતત યતતi] નિરંતર પ્રયત્ન કરો. આહાહા.! પ્રભુ! પણ ક્રમબદ્ધમાં હશે કે નહિ અને આપ આ કહો છો. અરે...! સાંભળ તો ખરો પ્રભુ! એ કમબદ્ધમાં તારી પર્યાય આવવાની છે. તારી દૃષ્ટિ અંદરમાં જવાથી નિર્મળ પર્યાય પ્રગટ થશે. એ ક્રમબદ્ધમાં