________________
શ્લોક-૧૪૩
૨૧૭
પુરુષ પોતાના ચેતનમાં સ્થિતિ (કરે) એ પુરુષાર્થ. પોતાના આનંદમાં, ચેતનામાં સૂવે, ૨મે એ પુરુષ (છે), બાકી રાગમાં રમે એ પુરુષ નહિ. આહાહા..! પંડિતજી! આવી વાતું છે.
આહાહા..!
જ્ઞાનની ‘કળા’ કહેવાથી એમ સૂચન થાય છે કે ઃ– જ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય... જુઓ! કેવળજ્ઞાન પણ એક કળા છે. છે? જ્યાં સુધી પૂર્ણ (કેવળજ્ઞાન)...’ ‘કળા’ શબ્દે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ-મતિજ્ઞાનાદિરૂપ છે;.' ત્યાં સુધી સમ્યજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનરૂપી કળા છે. આહાહા..! પૂર્ણ કળા કેવળજ્ઞાન. એ કળા પ્રગટ ન થાય ત્યાં સુધી મતિશ્રુતજ્ઞાનાદિરૂપ છે;.' તે હીનકળારૂપ કળા છે. એ અનુભવ અલ્પ છે, હીણો છે. આહાહા..!
જ્ઞાનની તે કળાના આલંબન વડે...' આહાહા..! જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી... અંદર એકાગ્રતા કરવાથી કેવળજ્ઞાન...” કળા ‘અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે.' આહાહા..! મોક્ષની ઇચ્છા કહ્યું તો એ કેવળજ્ઞાન લીધું. એ કેવળજ્ઞાનની કળાની પ્રાપ્તિ થાય, એ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનની હીનકળાથી એ અતિ પૂર્ણ કળા પ્રાપ્ત થશે. બીજ ઊગી એ પૂનમ લાવશે. આહાહા..! બીજનો પ્રકાશ જે છે એ જ પૂનમનો પ્રકાશ લાવશે. એમ મતિ, શ્રુત કળા છે એ જ કેવળજ્ઞાનની કળા પ્રગટ કરવાને લાયક છે. આહાહા..!
‘ધવલ’માં તો ત્યાં સુધી કહ્યું છે કે, જ્યારે આત્મામાંથી મતિ, શ્રુતજ્ઞાન થયું એ મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. આહાહા..! એવો પાઠ છે. હે ભાઈ! આ માર્ગ ક્યાં છે? એમ માણસને બોલાવે ને? એમ આ કેવળજ્ઞાનને મતિજ્ઞાન બોલાવે છે, આવ.. આવ.. આવ.. આવ. અલ્પકાળમાં કેવળજ્ઞાન આવો, હું તને પોકાર કરું છું, બોલાવું છું આહાહા..! અથવા હું તને સંભારું છું. હૈં? તને કેવળજ્ઞાનને હું સંભારુ છું. મતિજ્ઞાનમાં કેવળજ્ઞાનને સંભારે છે. આહાહા..! અલ્પકાળમાં કેવળજ્ઞાન (થશે). આહાહા..! પંચમઆરાના પ્રાણીઓનો પોકાર તો જુઓ! આહાહા..!
એ મતિજ્ઞાનની હીનકળાથી કેવળજ્ઞાનની કળા, પૂર્ણ કળા પ્રગટ થાય છે. એ પૂર્ણ કળા કહો કે મોક્ષ કહો, મોક્ષ કહો કે કેવળજ્ઞાન કહો. આહાહા..! મોક્ષની પૂર્ણકળા મતિજ્ઞાનાદિની હીનકળાથી પ્રાપ્ત થાય છે, રાગથી નહિ, એમ અહીંયાં કહેવું છે. રાગની ક્રિયાકાંડથી એ કળા પ્રાપ્ત થતી નથી. કારણ કે રાગકળા એ તેની જ્ઞાનકળા છે જ નહિ. એ તો અંધકારની કળા છે. આહાહા..! એ તારી ચીજમાં ભલે હીનાધિક હો, મતિશ્રુત હીનકળા સ્વરૂપ હો, પણ તેનાથી કેવળજ્ઞાનની કળા પ્રાપ્ત થશે. અર્થાત્ એ મતિ, શ્રુતજ્ઞાનની પર્યાયથી મોક્ષ પ્રાપ્ત થશે. મોક્ષ નામ કેવળજ્ઞાન. તારા રાગ ને ક્રિયાથી, કર્મકાંડથી તો પ્રાપ્ત નહિ થાય. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ!)
-